Get The App

ગ્લોબ વૉર્મિંગ : ભારતીય કંપની - બેન્કોને 181 અબજ ડૉલરનું નુકસાન

- પર્યાવરણની પથારી ફેરવવાનો દંડ સૌ કોઈએ ભોગવવો જ પડશે

- ભારતમાં બાવન મોટી કંપનીઓએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આયોજન કર્યું

Updated: Mar 3rd, 2021

GS TEAM

Google News
Google News
ગ્લોબ વૉર્મિંગ : ભારતીય કંપની - બેન્કોને 181 અબજ ડૉલરનું નુકસાન 1 - image


નવી દિલ્હી, તા. 03 માર્ચ 2021, બુધવાર

ગ્લોબલ વૉર્મિંગની અસર સૌ કોઈને થઈ રહી છે અને હવે અસર આર્થિક નુકસાન પણ કરી રહી છે. બિલ્ડિંગ બેક ગ્રીનર નામના રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષમાં ભારતીય કંપનીઓને ગ્લોબલ વોર્મિંગના કારણે ૯૭ અબજ ડૉલરથી વધારે નુકસાન થવાનું છે. દેશની અગ્રણી કંપનીઓ હવે પોતાના ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં ક્લાઈમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિંગ કે પછી આકસ્મીક આવી પડતી પર્યાવરણીય આપત્તી માટે અલગ ફંડ રાખવા લાગી છે. વરસાદ વખતે ફેક્ટરીમાં પાણી ઘૂસી જાય કે આકરા તાપમાનને પહોંચી વળવા વધારે પડતા એર કન્ડિશનર ફીટ કરવા પડે એ બધો ખર્ચો ગ્લોબલ વોર્મિંગને કારણે સર્જાતો ખર્ચ ગણાય.

વૈશ્વિક પર્યાવરણ સંસ્થા કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ (સીડીપી)ના રિપોર્ટ મુજબ કંપનીઓએ ૯૭ અબજ ડૉલર મુકવાની તૈયારી રાખવી પડશે તો બેન્કોને ૮૪ અબજ ડૉલર જેટલું નુકસાન થશે. આ નુકસાન વળી એક જ વર્ષનું છે. દેશની અગ્રણી બેન્કો, સ્ટેટ બેન્ક, એચડીએફસી, ઈન્ડસઈન્ડ, એક્સિસ વગેરે પાસેથી માહિતી મેળવી સીડીપીએ રિપોર્ટ તૈયાર કર્યો છે.

ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે કંપનીઓ હવે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ નક્કી કરતી થઈ છે. એટલે કે આગામી સમયમાં કંપની દ્વારા ઉત્સર્જન પામતો કાર્બન કેટલો ઘટાડાશે તેનું કંપનીઓ આયોજન કરે છે.

 ભારતમાં માંડ ૫૨ મોટી કંપનીઓ જ આવુ આયોજન કરી રહી છે. અમેરિકામાં આવી કંપનીઓની સંખ્યા ૨૦૦થી વધારે છે. 

બેન્કોએ કોલસા, સિમેન્ટ, પેટ્રોલિયમ.. વગેરે પ્રદૂષણ ફેલાવતા પ્રોજેક્ટ પાછળ કરેલું રોકાણ, આપેલી ઉધારી જોખમમાં આવી પડી છે. આવી ઉધારીનો આંકડો ૮૪ અબજ ડૉલર જેટલો થાય છે. હવે વિશ્વભરની નાણા સંસ્થાઓ ક્લિન એન્વાયર્નમેન્ટ પ્રોજેક્ટ માટે લોન આપવાનું વલણ અપનાવી રહી છે. રિપોર્ટ માટે સીડીપીને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી ૬૭ અગ્રણી કંપનીઓએ વિગતો આપી હતી. 

સુધરવું હોય તો 2021નું વર્ષ છેલ્લી તક : રાષ્ટ્રસંઘ

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વના દેશો કાર્બન ઉત્સર્જન ઓછું કરે એ માટે વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. આ વર્ષના અંતે એ માટે બેઠક મળવાની છે. એ બેઠક અંગેનો રિપોર્ટ રજૂ કરતી વખતે યુ.એન. મહાસચિવ એન્ટોનિયો ગટરેસે કહ્યું હતું કે આપણી પાસે સુધરવા માટે આ છેલ્લું વર્ષ છે. એટલે કે ૨૦૨૧ના અંત સુધીમાં મક્કમતાપૂર્વક પર્યાવરણ સંરક્ષણના પગલાં નહીં લેવાય, નિર્ણયો નહીં લેવાય તો પછી ધરતીને ઉજ્જડ થતી રોકવાનો કોઈ ઉપાય નહીં રહે. આપણી નજર સામે જ ધરતીવાસીઓને ધ્વસ્ત થતા જોઈ શકાશે. વિવિધ કુદરતી અને માનવસર્જીક આફતો સતત વધી રહી છે. એ સંકેત અને ચેતવણી છે કે દુનિયાના દેશો હવે સુધરે તો સારી વાત છે. 

Tags :