Get The App

UPI થકી હવે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકશો

Updated: Apr 7th, 2022

GS TEAM

Google News
Google News
UPI થકી હવે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકશો 1 - image


7 એપ્રિલ, 2022 ગુરૂવાર

અમદાવાદ : ભારતનું ક્રિપ્ટોબજાર દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. ક્રિપ્ટોબજારમાં રોકાણ હવે UPIના સરળ માધ્યમથી પણ કરી શકશો.

વૈશ્વિક ક્રિપ્ટો એક્સચેન્જ Coinbaseએ ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગની શરૂઆત કરી છે. તે સ્વદેશી ડિજિટલ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ UPI તરફથી પેમેન્ટ સ્વીકારશે એટલેકે  UPI થકી વિશ્વના સૌથી મોટા એક્સચેન્જમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકાશે. Coinbase7 એપ્રિલ, 2022ના રોજ તેની પ્રથમ ઇવેન્ટમાં ભારતમાં ઓફિશિયલ લોન્ચિંગની જાહેરાત કરી છે.

સંભાવનાઓ છે કે  Coinbaseની એપ પર ભારતીય યુઝર્સને બે પેમેન્ટ સિસ્ટમ્સ UPI અને IMPS થકી રોકાણ વિકલ્પ મળશે. કોઈનબેઝની કોર્પોરેટ વેન્ચર્સે ક્રિપ્ટો યુનિકોર્ન - CoinDCX અને CoinSwitch Kuberને સમર્થન આપ્યું છે.

જોકે Coinbaseએ ભારતમાં UPI પેમેન્ટ રોલઆઉટ માટે તેના બેંકિંગ પાર્ટનરના નામ જાહેર કર્યા નથી. વર્ચ્યુઅલ કરન્સી મુદ્દે ભારતીય રિઝર્વ બેંકની કડકાઈને પગલે ભારતમાં મોટાભાગની બેંકો ક્રિપ્ટો-સંબંધિત વ્યવહારો કરવાનું ટાળે છે.

કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી સંબંધિત વ્યવહારો માટે નિયમન કે જોગવાઈઓને કડક બનાવવા માટે કાયદાનું આયોજન કરી રહી નથી. જોકે 1 એપ્રિલ, 2022થી ક્રિપ્ટોકરન્સીના રોકાણમાંથી થતી આવક પર 30% ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. આ ટેક્સને કારણે વેપાર કરવો મોંઘો થશે અને આવા વ્યવહારોને હોર્સ રેસિંગ અને લોટરી જેવી પ્રવૃત્તિઓની સમકક્ષ લાવશે.

Tags :