Get The App

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ

કારો પર ફેક ડિપ્લોમેટિક નંબર લગાવીને સિકયોરિટી ચેકિંગમાંથી બચી જતો હતો.

આરોપી વર્ષ ૨૦૧૭થી કોન્સ્યુલેટ ચલાવીને ચેરિટી કરતો હતો

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ 1 - image


નવી દિલ્હી,૨૪ જુલાઉ,૨૦૨૫,ગુરુવાર 

ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ સ્પેશિયલ ટાસ્ફફોર્સે છાપો મારીને એક નકલી દુતાવાસનો પર્દાફાશ કર્યો છે. હર્ષવર્ધન જૈન નામની વ્યકિત પાસેથી નકલી ઝંડા, નકલી ચલણ સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી નવાઇની વાત તો એ છે કે ગાજીયાબાદ કડક સુરક્ષા વ્યવસ્થા ધરાવતી રાજધાની દિલ્હીની નજીક છે તેમ છતાં નકલી દુતાવાસ વર્ષો સુધી ચાલતું રહયું હતું.

શખ્સ પોતાને વેસ્ટાર્કટિકા નામના દેશનો એમ્બેસેડર ગણાવતો હતો પરંતુ હકિકતમાં તો દુનિયાના નકશા પર આવા કોઇ દેશનું અસ્તિત્વ જ નથી. દુતાવાસના નામે નકલી ચલણ,નકલી ફલેગ ઉપરાંત નકલી નંબર પ્લેટવાળી ગાડીઓ પણ રાખી હતી આથી કોઇને પણ શંકા પડી નહી. આમ તો દેશમાં નકલી ટોલનાકા, નકલી અદાલત અને નકલી બેંક સહિતનું ઘણું બધા પ્રકારનું નકલી પકડાતું હોય છે પરંતુ સિસ્ટમની જાણ બહાર નકલી દુતાવાસએ ખૂબજ નવાઇ પમાડે તેવી ઘટના છે. નકલી પાસપોર્ટના કિસ્સા બને છે પરંતુ નકલી દુતાવાસની પોલ ખૂલતા ચર્ચા જાગી છે.

વર્ષ ૨૦૧૭થી કોન્સ્યુલેટ ચલાવીને ચેરિટી કરતો  હતો. 


નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ 2 - image

 ઉત્તરપ્રદેશની એસટીએફને માહિતી મળતા મિનિસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેયર્સે તપાસ કરતા સનસનીખેજ માહિતી મળી છે. આ નકલી એમ્બેસી પોશ એરિયામાં ખોલવાથી માંડીને તમામ બાબતોનું શખ્સે ધ્યાન રાખ્યું હતું. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કલેઇમ મુજબ આરોપી વર્ષ ૨૦૧૭થી કોન્સ્યુલેટ ચલાવીને ચેરિટી કરતો  હતો. મોઘીદાટ કારો પર ફેંક ડિપ્લોમેટિક નંબર લગાવીને  સિકયોરિટી ચેકિંગમાંથી બચી જતો હતો. 

નકલી દુતાવાસના દેશ વર્ષ વેસ્ટાર્કટિકાનું નામ પણ નકલી 

૨૦૦૧માં એક અમેરિકી નાગરિકને એન્ટાકર્ટિકાના એક ખૂણામાં પોતાનો દેશ બનાવવાનો દાવો કરેલો જેનું નામ વેસ્ટાર્કટિકા રાખ્યું હતું. આ એક મજાકિયા નામવાળો માઇક્રોનેશન જેના નામે હર્ષવર્ધન પોતાને વેસ્ટાર્કટિકાનો કોન્સ્યૂલેટ જનરલ ગણાવતો હતો. ગાજીયાબાદમાં તેના નિવાસસ્થાન ફોરેન ફલેગ કોઇને શંકા ન પડે એવી રીતે લહેરાતા હતા. આ ઉપરાંત સાબોરેગા,પોલિવિયા,લોડોનિયા જેવા દેશોના નામ પણ નકલી મળ્યા હતા.

ફેંક આઇડી,લેટરહેડ અને પીએમ તથા રાષ્ટ્રપતિ સાથેના મોફર્ડ કરેલા ફોટો પણ હતા. દુતાવાસના બાકીના બે રુમમાં આરોપીની પત્ની પોતાના આઠ વર્ષના પુત્ર સાથે રહેતી હતી જે ચાંદની ચોકમાં કારોબાર ધરાવે છે.  પ્રાથમિક તારણ મુજબ વ્યકિત નકલી એમ્બેસીના નામે આર્થિક ફ્રોડ કરતો હોઇ શકે છે. પોલીસને શંકા છે કે  લકઝરી ગાડીઓનો ઉપયોગ લોકોને આંજી દેવા માટે થતો હતો. એવું માનવામાં આવે છે કે લંડન અને દુબઇમાં હર્ષવર્ધને ૧૮ જેટલી કંપનીઓ સ્થાનિક લોકો સાથે મળીને બનાવી હતી. આ કંપનીઓનો ઉપયોગ હવાલામાં થતો હોય તે શકય છે.

 મંજુરી વિના દુતાવાસ ખોલવુંએ ગંભીર પ્રકારનો ગુનો  છે 

વિયેના કન્વેંશન ઓન ડિપ્લોમેટિક રિલેશન્સ ૧૯૬૧ હેઠળ યજમાન દેશની મંજુરી પછી ખોલવામાં આવતા દુતાવાસને માન્યતા મળે છે. જે તે દેશે અધિકૃત કરેલી વ્યકિતને જ ડિપ્લોમેટ કે કોન્સુલેટ જનરલ માનવામાં આવે છે. કોઇ પણ મંજુરી વિના દુતાવાસ ખોલવુંએ ગંભીર પ્રકારનો ગુનો છે. જો નકલી દુતાવાસના નામે કોઇ વિદેશી મહેમાનોને મળે.આમંત્રણ આપે કે નાગરિકોને વિદેશ મોકલે તો તે અપરાધ છે. માનવ તસ્કરીનો પણ ગુનો લાગું પડે છે. વિદેશી લોકોને આવી રીતે મળવું જે તે દેશની સુરક્ષા માટે પણ ખતરનાક માનવામાં આવે છે.

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ 3 - image

એમ્બેસી કાર્યાલયની તકેદારી રાખવાની જવાબદારી યજમાન દેશની છે 

પોતાને ત્યાં એમ્બેસી કાર્યાલય ચાલતા હોય તેની તકેદારી રાખવાની જવાબદારી યજમાન દેશની છે. દરેક દેશ પોતાને ત્યાં ચાલતા દુતાવાસો અને મિશન પર નજર રાખે છે. મિનિસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેયર્સ અને ઇન્ટરનેશનલ સિસ્ટમ જેવી કે યુએન અથવા તો વીઝા વેરિફિકેશન સિસ્ટમ પાસે માન્યતા પ્રાપ્ત દુતાવાસની યાદી હોય છે. ઘણી વાર દુતાવાસનું નામ પડે એટલે સ્થાનિક પોલીસ અને તંત્રને જલદી શંકા જતી નથી. કયારેક સ્થાનિક લોકોની મિલી ભગતથી પણ દુતાવાસ ચાલતું હોય છે. નકલી દુતાવાસ હોય એવું જલદી કોઇ માનતું નથી પરંતુ ફ્રોડની ડિજિટલ દુનિયામાં હવે અશકય શકય બનવા લાગ્યું છે. 

 બે વર્ષ પહેલા કોલકાતામાં નકલી બાંગ્લાદેશી દુતાવાસ પકડાયું હતું 

અગાઉ આફ્રિકી દેશ ઘાનામાં નકલી અમેરિકી દુતાવાસ ચાલતું હતું, આ દુતાવાસ એક કે બે નહી ૧૦ વર્ષ સુધી ચાલતું રહયું હતું. નકલી દસ્તાવેજના આધારે વીઝા બહાર પાડીને લોકોને નોકલવામાં આવ્યા હતા. ભારતમાં બે વર્ષ પહેલા નકલી બાંગ્લાદેશી દુતાવાસની પશ્ચિમ બંગાળ રાજયના પાટનગર કોલકાતામાં ભાળ મળી હતી. પોતાને કોન્સુલેટ જનરલ તરીકે અની ઓળખ આપતા શખ્સે બાંગ્લાદેશથી ભારત અને ભારતથી બાંગ્લાદેશમાં માણસોને મોકલવા માટે નકલી દસ્તાવેજ તૈયાર કરીને આર્થિક ગોટાળા કરતો હતો. 

Tags :