Get The App

ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન 1 - image


Love Jihad: ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં કથિત રીતે 'લવ જેહાદ'નો ભોગ બનેલીબે છોકરીઓએ મંગળવારે કોર્ટ પરિસરમાં આવેલા શિવ મંદિરમાં લગ્ન કર્યા છે. એક અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે, આશા અને જ્યોતિ નામની છોકરીઓએ વકીલ દિવાકર વર્મા અને અન્ય ઘણા લોકોની હાજરીમાં મંદિરમાં માળા પહેરાવીને લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: માતા વૈષ્ણો દેવીના શ્રદ્ધાળુઓને મોટી રાહત, 7 દિવસ બાદ ફરીથી શરૂ થઈ હેલિકોપ્ટર સેવા

કોર્ટમાં લગ્નની ઇચ્છા વ્યક્ત કરી, કાયદાએ રોક્યા તો શિવ મંદિરમાં કર્યા લગ્ન

એડવોકેટ દિવાકર વર્માએ જણાવ્યું હતું કે,'આશા અને જ્યોતિ નામની બે છોકરીઓ બદાયૂં કોર્ટ પરિસરમાં આવેલા તેમના ચેમ્બરમાં પહોંચી અને એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.' વર્માએ કહ્યું કે, તેમણે બંને છોકરીઓને કહ્યું કે તમે કાયદેસર રીતે લગ્ન કરી શકતા નથી કારણ કે તેઓ એક જ લિંગના છે, ત્યારબાદ બંને છોકરીઓએ કલેક્ટર કચેરીના શિવ મંદિરમાં માળા અર્પણ કરીને એકબીજા સાથે "લગ્ન" કર્યા હતા.

આ પણ વાંચો: ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું

લવ જેહાદનો ભોગ બન્યા, હવે સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી

'લવ જેહાદ'નો ભોગ બનેલી આશાએ દાવો કર્યો હતો કે બે મુસ્લિમ છોકરાઓએ નામ બદલીને પ્રેમનું નાટક કર્યુ અને બાદમાં તેમની સાથે છેતરપિંડી કરી. યુવતીએ આરોપ લગાવ્યો કે કાયદો પણ ગુનેગારોને સજા આપતો નથી. જ્યોતિએ પણ આવા જ આરોપો લગાવ્યા અને કહ્યું કે, ભલે તેમના લગ્ન કાયદેસર રીતે માન્ય ન હોય, પણ તે અને આશા જીવનભર સાથે રહેશે.


Tags :