નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના
Uttar Pradesh Crime News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બી.એસ.સી. યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ એક યુવક પર નશાકારક પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીનો આરોપ છે કે 'યુવકે મને ફિલ્મ બતાવવાના બહાને મોલમાં લઈ ગયો અને કંઈક કેફી પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ તે બેભાન થઈ ગઈ અને મોલના શૌચાલયમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું.'
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, જ્યારે પીડિત વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો, ત્યારે યુવકે વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અને બાદમાં પૈસા અને સામાનની માંગણી કરી હતી. જ્યારે વિદ્યાર્થિનીએ આ અંગે પરિવારને જાણ કરી હતી ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પણ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો: કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી યુવક ચેન્નાઈની એક કોલેજમાંથી બી.ટેક ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. તેથી પોલીસ ટીમ બનાવવામાં આવી રહી છે અને તેને ટૂંક સમયમાં ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.