ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેનને લઈને મહત્ત્વની અપડેટ, જાણો શું કરાયા ફેરફાર
Shanti Express Update: જો તમે ઉનાળુ વેકેશન દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં સાબરમતી નદી પર પુલ બનતો હોવાતી શાંતિ એક્સપ્રેસ ગાંધીનગરની જગ્યાએ હવે અમદાવાદથી ઉપડશે. હાલમાં પુલની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદ અને સાબરમતી વચ્ચેની લાઈન હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. જેથી સોમવારથી નવી સુચના ન મળે ત્યા સુધી ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ - ઈન્દોર શાંતિ એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે.
ગાંધીનગર - ઈન્દોર,શાંતિ એક્સપ્રેસને લઈને નવી અપડેટ
ગાંધીનગર અમદાવાદ વચ્ચે પુલનું કામ ચાલતું હોવાથી શાંતિ એક્સપ્રેસને લઈને હંગામી ધોરણે ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીનગર કેપિટલ -ઈન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન સોમવારથી ગાંધીનગરના બદલે હવે અમદાવાદથી ઉપડશે. માહિતી પ્રમાણે અમદવાદના સાબરમતી નદી પર પુલની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવે લાઈન હંગામી ધોરણે બંધ રહેશે. તે જ પ્રમાણે 14 એપ્રિલે રવિવારે ઈન્દોર - ગાંધીનગર કેપિટલ - શાંતિ એક્સપ્રેસ ટ્રેન નંબર 19310 ઈન્દોરથી રવાના થઈ હતી, જે અમદાવાદ સ્ટેશન પર આગળની કોઈ સૂચના ન મળે ત્યા સુધી ઊભી રહેશે.