India

VIDEO: ગળે મળ્યા, હસ્યા અને પછી ગંભીર થઈને PM મોદીએ મેક્રોને શું કહ્યું? જાણો સંપૂર્ણ વાત

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
કેનેડામાં ચાલી રહેલા 51મા G-7 શિખર સંમેલનમાં ભારત અને ફ્રાન્સના ઉષ્માભર્યા સંબંધો ફરી એકવાર જોવા મળ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સામસામે આવ્યા, ત્યારે ઉષ્માભર્યા વાતાવરણમાં વાતચીત શરૂ થઈ હતી. બંને એકબીજાને ગળે લગાવ્યા અને હળવું હસ્યા. પરંતુ થોડા સમય પછી વાતચીતનો મૂડ ગંભીર બની ગયો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ગળે મળ્યા, હસ્યા અને પછી ગંભીર થઈને PM મોદીએ મેક્રોને શું કહ્યું? જાણો સંપૂર્ણ વાત
Image Source: IANS

PM Modi Macron G7 Summit : કેનેડામાં ચાલી રહેલા 51મા G-7 શિખર સંમેલનમાં ભારત અને ફ્રાન્સના ઉષ્માભર્યા સંબંધો ફરી એકવાર જોવા મળ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સામસામે આવ્યા, ત્યારે ઉષ્માભર્યા વાતાવરણમાં વાતચીત શરૂ થઈ હતી. બંને એકબીજાને ગળે લગાવ્યા અને હળવું હસ્યા. પરંતુ થોડા સમય પછી વાતચીતનો મૂડ ગંભીર બની ગયો.

પીએમ મોદીએ X પર કરી પોસ્ટ 

આ ચર્ચા બાદ પીએમ મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરવાનો હંમેશા આનંદ રહે છે. અમે ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યો શેર કર્યા. ભારત અને ફ્રાન્સ પૃથ્વીના હિતમાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.'


પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચેની થઈ આ વિષયો પર ચર્ચા 

આ દ્વિપક્ષીય મુલાકાતમાં બંને નેતાઓએ ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં આબોહવા પરિવર્તન, વૈશ્વિક સુરક્ષા, ટેકનિકલ સહયોગ અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધ જેવા સંવેદનશીલ વિષયો પર ચર્ચા કરી હતી. 

આ મુલાકાત માત્ર ઔપચારિકતા નહોતી પણ ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક પણ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી અને મેક્રોને 'ગ્લોબલ સાઉથ'ના અવાજને મજબૂત બનાવવા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં સહયોગ આપવા પર પણ ગંભીર ચર્ચા કરી હતી.


G-7 સમિટમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની ચર્ચા 

G-7 સમિટના એજન્ડામાં યુક્રેન અને વૈશ્વિક અર્થતંત્રના મુદ્દાઓ મુખ્ય હતા, પરંતુ આ વખતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર પણ સ્પષ્ટપણે જોવા મળી હતી. વિશ્વના 7 મુખ્ય લોકશાહી દેશોના નેતાઓ આ યુદ્ધની વ્યક્તિગત સ્તરે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ આ વિષય પર મેક્રોન સાથે ભારતની સંતુલિત અને માનવતાવાદી વિચારસરણી શેર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમામ પક્ષોએ સંયમ રાખવો જોઈએ અને હિંસાને બદલે કૂટનીતિથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.