India

દિલ્હી-NCRના જૂના વાહનોને લઈને મોટો નિર્ણય, આ તારીખથી 5 જિલ્લામાં નહીં મળે પેટ્રોલ-ડીઝલ

By GS TEAM
8 Jul 20251 min read
TukuTouch Logo
દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર (EOL વાહનો) પર પ્રતિબંધ લગાવવાની યોજનાને દિલ્હી સરકારે હાલ માટે મુલતવી રાખી છે. હવે આ નિયમ આ વર્ષે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી લાગુ કરાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-NCRના જૂના વાહનોને લઈને મોટો નિર્ણય, આ તારીખથી 5 જિલ્લામાં નહીં મળે પેટ્રોલ-ડીઝલ

Delhi News: દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર (EOL વાહનો) પર પ્રતિબંધ લગાવવાની યોજનાને દિલ્હી સરકારે હાલ માટે મુલતવી રાખી છે. હવે આ નિયમ આ વર્ષે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી લાગુ કરાઈ શકે છે. આ સાથે જ 15 વર્ષ જૂના વાહનો પર દિલ્હીની સાથે જ NCRના પાંચ જિલ્લામાં પણ લાગુ કરાશે. ગત દિવસોમાં કડકાઈથી નિયમ લાગુ કરાયા બાદ દિલ્હી સરકારે નિર્ણય પરત લીધો હતો.

આજે CAQMની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકાર દ્વારા 1 જુલાઈથી EOL વાહનોને ઈંધણ ન આપવાના નિર્ણયની સમીક્ષા માટે અપીલ કરાઈ હતી. ત્યારબાદ આજે આયોગની બેઠક થઈ. આયોગે નિર્ણય લીધો કે 1 નવેમ્બરથી દિલ્હી અને NCRના જિલ્લાઓમાં પણ એક સાથે ઈંધણ પ્રતિબંધ લાગૂ કરવું યોગ્ય હશે. એટલે દિલ્હી સિવાય EOL વાહનો માટે આ પ્રકારની યોજના 1 નવેમ્બરથી ગુરૂગ્રામ, ફરીદાબાદ, નોઇડા, ગાઝિયાબાદ અને સોનીપતમાં પણ લાગુ કરાશે.