દિલ્હી-NCRના જૂના વાહનોને લઈને મોટો નિર્ણય, આ તારીખથી 5 જિલ્લામાં નહીં મળે પેટ્રોલ-ડીઝલ
Delhi News: દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર (EOL વાહનો) પર પ્રતિબંધ લગાવવાની યોજનાને દિલ્હી સરકારે હાલ માટે મુલતવી રાખી છે. હવે આ નિયમ આ વર્ષે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી લાગુ કરાઈ શકે છે. આ સાથે જ 15 વર્ષ જૂના વાહનો પર દિલ્હીની સાથે જ NCRના પાંચ જિલ્લામાં પણ લાગુ કરાશે. ગત દિવસોમાં કડકાઈથી નિયમ લાગુ કરાયા બાદ દિલ્હી સરકારે નિર્ણય પરત લીધો હતો.
આજે CAQMની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકાર દ્વારા 1 જુલાઈથી EOL વાહનોને ઈંધણ ન આપવાના નિર્ણયની સમીક્ષા માટે અપીલ કરાઈ હતી. ત્યારબાદ આજે આયોગની બેઠક થઈ. આયોગે નિર્ણય લીધો કે 1 નવેમ્બરથી દિલ્હી અને NCRના જિલ્લાઓમાં પણ એક સાથે ઈંધણ પ્રતિબંધ લાગૂ કરવું યોગ્ય હશે. એટલે દિલ્હી સિવાય EOL વાહનો માટે આ પ્રકારની યોજના 1 નવેમ્બરથી ગુરૂગ્રામ, ફરીદાબાદ, નોઇડા, ગાઝિયાબાદ અને સોનીપતમાં પણ લાગુ કરાશે.