India

FSSAIનો સપાટો: પેપ્સીકો, કોકાકોલા સહિતની કંપનીઓને 150 નોટિસ, મેકડોનાલ્ડ્સ-ડોમિનોઝ સામે પણ કાર્યવાહી

By GS Team
23 Aug 20263 mins read
TukuTouch Logo
FSSAI એ નેસ્લે, પેપ્સીકો, કોકા-કોલા સહિત 150 થી વધુ કંપનીઓને ભ્રામક જાહેરાતો અને ખોટા દાવા બદલ નોટિસ ફટકારી છે. રેડ બુલ, કેડબરી જેવી બ્રાન્ડ્સ પણ રડારમાં છે. એમેઝોનનું 1 વેરહાઉસ લાઇસન્સ રદ થયું, જ્યારે ડોમિનોઝના 5 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા. ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે આ કડક કાર્યવાહી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FSSAIનો સપાટો: પેપ્સીકો, કોકાકોલા સહિતની કંપનીઓને 150 નોટિસ, મેકડોનાલ્ડ્સ-ડોમિનોઝ સામે પણ કાર્યવાહી

FSSAI Action News : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ખાદ્ય પદાર્થો બનાવતી દેશ-વિદેશની દિગ્ગજ કંપનીઓ સામે લાલ આંખ કરી છે. FSSAI એ તાજેતરના મહિનાઓમાં નેસ્લે ઇન્ડિયા, પેપ્સીકો અને કોકા-કોલા ઇન્ડિયા સહિતની 150 થી વધુ અગ્રણી કંપનીઓને ભ્રામક જાહેરાતો, ખોટા દાવાઓ અને લેબલિંગ નિયમોના અનાદર બદલ કારણ દર્શાવક નોટિસ ફટકારી છે. ફૂડ રેગ્યુલેટરે સોશિયલ મીડિયા પર આ કાર્યવાહી અંગે સત્તાવાર વિગતો શેર કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય અને અધિકારોનું રક્ષણ કરવા માટેનો પોતાનો મક્કમ નિર્ધાર સ્પષ્ટ કર્યો છે.

રેડ બુલ, કેડબરી અને મોન્ડેલેઝ જેવી બ્રાન્ડ્સ પણ રડારમાં

FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, નિયમોનો ભંગ કરનારી બ્રાન્ડ્સમાં એબોટ ઇન્ડિયા, રેડ બુલ ઇન્ડિયા, ડાનોન ઇન્ડિયા, મોન્સ્ટર એનર્જી, હેલ એનર્જી, મોન્ડેલેઝ ઇન્ડિયા, ફેરરો ઇન્ડિયા, ડિયાજિયો અને પર્નોડ રિકાર્ડ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. રેગ્યુલેટરે ખાસ કરીને એનર્જી ડ્રિંક્સ અને આલ્કોહોલિક પીણાં બનાવતી કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. નિયમોના ગંભીર ઉલ્લંઘનને કારણે કેટલીક કંપનીઓના ઉત્પાદનોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

એમેઝોનનું લાઇસન્સ રદ અને ડોમિનોઝના 5 લાઇસન્સ સ્થગિત

માત્ર ખાદ્ય ઉત્પાદકો જ નહીં, પરંતુ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને જાણીતી ફૂડ ચેઇન્સ સામે પણ FSSAI એ કડક પગલાં લીધા છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટને 12 નોટિસો મોકલવામાં આવી છે. જેમાં એમેઝોનના 1 વેરહાઉસનું લાઇસન્સ પણ રદ કરી દેવાયું છે. આ ઉપરાંત કેએફસી, મેકડોનાલ્ડ્સ, પિઝા હટ, ડોમિનોઝ અને કોસ્ટા કોફી જેવી ફૂડ સર્વિસ બ્રાન્ડ્સને 30 થી વધુ નોટિસો પાઠવવામાં આવી છે. નિયમોના ભંગ બદલ ડોમિનોઝના 5 લાઇસન્સ સસ્પેન્ડ (સ્થગિત) કરવામાં આવ્યા છે.

કંપનીઓએ સુધારાત્મક પગલાં ભરવાનું કર્યું શરૂ

FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ગુમરાહ કરતી જાહેરાતો અને ગુણવત્તા વગરના ખાદ્ય પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. ગયા વર્ષે અગ્રણી 5 સ્ટાર હોટલોને પણ આ જ પ્રકારે નોટિસો પાઠવવામાં આવી હતી. રેગ્યુલેટરની આ આકરી કાર્યવાહી બાદ હવે ઘણી કંપનીઓએ પોતાના લેબલિંગ અને દાવાઓમાં સુધારાત્મક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.

આ તમામ 13 દિગ્ગજ બ્રાન્ડ્સ સામે કાર્યવાહી

FSSAI દ્વારા જે અગ્રણી બ્રાન્ડ્સ સામે કાયદાકીય કાર્યવાહી અને નોટિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં નીચે મુજબની તમામ 13 કંપનીઓનો સમાવેશ થાય છે:

  • નેસ્લે ઇન્ડિયા (Nestle India)
  • પેપ્સીકો (PepsiCo)
  • કોકા-કોલા ઇન્ડિયા (Coca-Cola India)
  • એબોટ ઇન્ડિયા લિમિટેડ (Abbott India Ltd)
  • રેડ બુલ ઇન્ડિયા (Red Bull India)
  • ડાનોન ઇન્ડિયા (Danone India)
  • મોન્સ્ટર એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Monster Energy India Pvt Ltd)
  • હેલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (Hell Energy Pvt Ltd)
  • મોન્ડેલેઝ ઇન્ડિયા (Mondelez India)
  • ડિયાજિયો (Diageo)
  • પર્નોડ રિકાર્ડ (Pernod Ricard)
  • ફેરરો ઇન્ડિયા (Ferrero India)
  • કેનવ્યુ આઇએનસી (Kenvue Inc.)

આ ઉપરાંત, નિયમોનો ભંગ કરવા બદલ FSSAI એ આમાંથી કેટલીક કંપનીઓના ઉત્પાદનોનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

એમેઝોન, ફ્લિપકાર્ટ અને જાણીતી ફૂડ ચાઇન્સ સામે આકરાં પગલાં

ખાદ્ય ઉત્પાદકો ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) ને 12 નોટિસો મોકલવામાં આવી છે. જેમાં FSSAI એ એમેઝોનના 1 વેરહાઉસનું લાઇસન્સ પણ રદ કરી દીધું છે. બીજી તરફ, ફૂડ આઉટલેટ્સ સામે કાર્યવાહી કરતા 30 થી વધુ નોટિસો ફટકારાઈ છે, જેમાં કેએફસી (KFC), મેકડોનાલ્ડ્સ (McDonald's), પિઝા હટ (Pizza Hut), ડોમિનોઝ (Domino's) અને કોસ્ટા કોફી (Costa Coffee) નો સમાવેશ થાય છે. ગંભીર બેદરકારી બદલ ડોમિનોઝના 5 લાઇસન્સ સસ્પેન્ડ (સ્થગિત) કરવામાં આવ્યા છે.