Get The App

યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી... ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી?

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી... ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? 1 - image

NDA Alliance: છેલ્લી લોકસભા ચૂંટણીના પરિણામો પછી રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ને મજબૂત કરવા માટે કામ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી પોતાના સાથી પક્ષો તરફથી દબાણનો સામનો કરી રહી છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જીતન રામ માંઝીએ તો NDAનું ટેન્શન વધારી જ દીધું છે, ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશમાં નિષાદ પાર્ટી, સુભાસપા, અપના દળ અને RLD પોતપોતાની રીતે દબાણ વધારી રહ્યા છે. તમિલનાડુમાં પણ AIADMK ના વિવિધ જૂથોને એક કરવાના ભાજપના પ્રયાસોને AIADMK તરફથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 

10 વર્ષ સુધી ભાજપ પોતાના સહયોગી પક્ષો પર હાવી રહ્યું

ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની હોય ગઠબંધનની રાજનીતિમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ થાય જ છે, પરંતુ જ્યારે નેતૃત્વ કરનાર પક્ષ નબળો પડે છે, ત્યારે નાના પક્ષો તરફથી દબાણ વધવા છે. ભાજપની રાજનીતિમાં 2014 પછીથી 10 વર્ષ સુધી ભાજપ પોતાના સહયોગી પક્ષો પર હાવી રહ્યું અને તેના નેતૃત્વ હેઠળનું ગઠબંધન તેના પ્રમાણે ચાલ્યુ. જોકે, 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પરિસ્થિતિ બદલાવા લાગી.

જીતન રામ માંઝી ખુલ્લેઆમ સામે આવ્યા

ભાજપે તો પરિણામોના આધારે ભાજપે પોતાના પક્ષ કરતાં વધારે ગઠબંધનને મજબૂત કરવા પર વધુ ભાર મૂક્યો, સંસદની અંદર અને બહાર તેને આગળ રાખ્યું. જોકે, તેના સહયોગીઓઅ આ પરિસ્થિતિનો લાભ લેવા માટે ભાજપ પર દબાણ વધારવાનું શરૂ કરી દીધુ છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા હિન્દુસ્તાન આવામ મોરચાના જીતન રામ માંઝી ખુલ્લેઆમ સામે આવ્યા છે. જેડીયુ પણ પોતાને મોટો ભાઈ ગણાવી રહ્યું છે. એલજેપી (રામવિલાસ) પણ તેની લોકસભા બેઠકોના પ્રમાણમાં બેઠકોની માગ કરી રહ્યું છે. આરએલએસપીની પણ પોતાની માગણીઓ છે.

તમિલનાડુમાં ભાજપ AIADMKના સહારે

તમિલનાડુમાં ભાજપ AIADMKના સહારે છે. તે જયલલિતાના મૃત્યુ પછી વિભાજિત થયેલા AIADMK ને એક કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં શાસક DMK ગઠબંધનને મજબૂત પડકાર આપી શકે. જોકે, AIADMK નેતા ઈ. પલાનીસ્વામી વિવિધ જૂથો સાથેના મતભેદોને કારણે તેને લેવા માટે તૈયાર નથી. 

આ પણ વાંચો: 'નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે, કોઈનાથી ડરતું નથી...' મધ્યપ્રદેશમાં PM મોદીનું મોટું નિવેદન

રાજ્યની ચૂંટણીઓ 2027માં

ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનો સહયોગી નિષાદ પક્ષ અવાજ ઉઠાવી રહ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં નિષાદ પાર્ટીના મંચ પર સુભાસપા, અપના દળ અને આરએલડીના નેતાઓ ભેગા થયા હતા અને તેમની સામાજિક સ્થિતિને અનુરૂપ વધુ ભાગીદારીની માગ કરી હતી. રાજ્યની ચૂંટણીઓ 2027માં યોજાવાની છે, પરંતુ સહયોગી પક્ષોએ પોતાનો મોરચો સંભાળવાનું શરૂ કરી દીધું છે.