India

વસ્તી ગણતરી વખતે તમને કરાશે છ નવા સવાલ, કયું અનાજ અને કેટલા મોબાઇલ છે એ પણ કહેવું પડશે

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
ભારતમાં આગામી સમયમાં થનારી વસ્તી ગણતરી દેશની સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક તસવીરને સમજવા માટે મહત્ત્વપૂર્ણ સાધન છે. જે પ્રમાણે 2027માં થનારી વસ્તી ગણતરી કેટલીક રીતે ઐતિહાસિક હશે, કારણ કે, આ પહેલીવાર સંપૂર્ણરીતે ડિજિટલ સ્વરુપે કરવામાં આવશે. આ સિવાય આઝાદી પછી પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. 1931 પછી આ પહેલો પ્રસંગ હશે, જ્યારે દેશની બધી જાતિઓનો ડેટા એકત્રિત કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વસ્તી ગણતરી વખતે તમને કરાશે છ નવા સવાલ, કયું અનાજ અને કેટલા મોબાઇલ છે એ પણ કહેવું પડશે

6 New Questions in India's Census : ભારતમાં આગામી સમયમાં થનારી વસ્તી ગણતરી દેશની સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક તસવીરને સમજવા માટે મહત્ત્વપૂર્ણ સાધન છે. જે પ્રમાણે 2027માં થનારી વસ્તી ગણતરી કેટલીક રીતે ઐતિહાસિક હશે, કારણ કે, આ પહેલીવાર સંપૂર્ણરીતે ડિજિટલ સ્વરુપે કરવામાં આવશે. આ સિવાય આઝાદી પછી પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. 1931 પછી આ પહેલો પ્રસંગ હશે, જ્યારે દેશની બધી જાતિઓનો ડેટા એકત્રિત કરવામાં આવશે. 

આ પણ વાંચો : ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો, 45ના મોત: હમાસનો ઈઝરાયલ પર આરોપ

આ વસ્તી ગણતરીમાં કેટલાક નવા સવાલોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે આધુનિક જીવનશૈલી અને વિકાસના માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નવા પ્રશ્નોમાં ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન, મોબાઇલ અને સ્માર્ટફોનની ઉપલબ્ધતા, પીવાના પાણીનો સ્ત્રોત, ગેસ કનેક્શનનો પ્રકાર, વાહનોની ઉપલબ્ધતા અને ઘરમાં ઉપયોગ થતાં અનાજનો પ્રકાર પણ શામેલ છે.  

કેમ જરુરી છે 6 સવાલો 

1. ઘરમાં ઇન્ટરનેટનું કનેક્શન છે

આ પ્રશ્નનો ઉદેશ્ય ડિજિટલ કનેક્ટીવિટીનું આકલન કરવાનો છે. સરકાર એ જાણવા માંગે છે કે, કેટલા પરિવાર પાસે ઇન્ટરનેટ કનેક્શન છે અને તેનાથી કેટલા ડિવાઇસ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. 

2. મોબાઇલ ફોન અને સ્માર્ટફોનના માલિક કોણ છે

આ સવાલ હેઠળ એ પૂછવામાં આવશે કે, પરિવારમાં કેટલા સભ્યો પાસે મોબાઇલ ફોન અને સ્માર્ટફોન છે અને તેનો માલિકી હક કોની પાસે છે. આ ડેટા મોબાઇલ અને સ્માર્ટફોનની પહોંચને માપવામાં મદદ કરશે. 

3. ઘરમાં પીવાના પાણીનો સ્ત્રોત

પીવાના પાણીનો સ્ત્રોત એક મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો સંકેત છે. આ સવાલ દ્વારા સરકાર એ જાણવા માગે છે કે, પરિવાર કૂવા, હેન્ડપંપ, નળ, બોટલ પાણી અથવા અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરે છે. આ જળ જીવન મિશન જેવી યોજનાની પ્રગતિ માપવામાં મદદ મળશે. 

4. ક્યા પ્રકારનું ગેસ કનેક્શન છે 

આ સવાલમાં એ પૂછવામાં આવ્યું છે કે, રાંધવા માટે ક્યા પ્રકારના ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, એલપીજી, પીએનજી, લાકડાં, છાણા અથવા અન્યનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : આંદામાનમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર! 5 ગણી વધી જશે ભારતની GDP

5. કઈ કઈ ગાડી છે

આ સવાલ હેઠળ પરિવારની પાસે ઉપલબ્ધ વાહનો જેવા કે સાયકલ, સ્કૂટર, મોટર સાયકલ, કાર, જીપ અથવા વેનની માહિતી એકત્ર કરવામા આવશે. આ ડેટા પરિવહન અને આર્થિક સ્થિતિના વિશ્લેષણમાં મદદ મળશે. 

6. ઘરમાં ક્યા પ્રકારના અનાજનો ઉપયોગ કરવામાં આવે છે

આ સવાલ હેઠળ ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિને સમજવા માટે સામેલ કરવામાં આવ્યો છે. સરકાર એ જાણવા માંગે છે કે, પરિવાર મુખ્યત્વે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી અથવા અન્ય કોઈ અનાજનો ઉપયોગ કરે છે. આ ડેટા બાજરીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં અને ખાદ્ય નીતિઓમાં સુધારો કરવામાં મદદ કરશે.