લંડન, 30 જાન્યુઆરી 2021 શનિવાર
Intelligence quotient (IQ) ધરાવતા બાળકોની મેનસા ક્લબમાં ચાર વર્ષની એક બ્રિટીશ શીખ છોકરીનો સમાવેશ થયો છે. દયાલ કૌર તેના પરિવાર સાથે બર્મિંગહામમાં રહે છે. તેણે ખૂબ જ નાની ઉંમરેથી શીખવાની અસાધારણ ક્ષમતા દર્શાવી અને તે 14 મહિનાની ઉંમરથી જ અંગ્રેજી મૂળાક્ષરોના બધા અક્ષરોને ઓળખવા લાગી હતી.
દયાલ કૌરે મેનસાની તપાસમાં સામેલ થવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી અને કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે, તે તેમાં ઓનલાઇન માધ્યમથી જોડાઇ અને 145 IQનો આંકડો પ્રાપ્ત કર્યો. આ સિદ્ધિએ તેને બ્રિટનની ટોચની એક ટકા વસ્તીમાં મૂકી દીધી, જેને પ્રકૃતિની અસાધારણ ભેટ મળી છે.
બ્રિટીશ મેનસાનાં સીઇઓ જોન સ્ટીવેન્સે જણાવ્યું હતું કે, અમે દયાલ (કૌર)ને મેઇન્સમાં આવકારતા ખુશી અનુભવીએ છીએ, જ્યાં તે લગભગ 2000 જુનિયર અને કિશોર સભ્યોનાં સમુદાયમાં સામેલ થઈ ગઇ.
દયાલ કૌરનાં પિતા સરબજીત સિંઘ એક શિક્ષક છે. તેમણે કહ્યું કે હવે તે સત્તાવાર રીતે સાબિત થઈ ગયું છે કે તે તેની ઉંમર કરતા ઘણી વધુ પ્રતિભાશાળી છે. હવે અમારા માટે એવું અનુભવવું સ્વાભાવિક છે કે અમારી બાળકી વિશિષ્ટ છે, પરંતુ આ બાબતમાં આ એક વાસ્તિવક પુરાવો છે કે તે લાખોમાં એક છે."


