Get The App

VIDEO: ભાજપ નેતાએ ગુલાંટ મારી...! બ્રિજભૂષણ સિંહ સ્ટેજ પર પટકાયા, જન્મદિવસના કાર્યક્રમમાં બની ઘટના

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: ભાજપ નેતાએ ગુલાંટ મારી...! બ્રિજભૂષણ સિંહ સ્ટેજ પર પટકાયા, જન્મદિવસના કાર્યક્રમમાં બની ઘટના 1 - image


Brijbhushan Viral Video: ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ અચાનક જ મંચ પર ઉંધા માટે પટકાયા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પાસે ઉભેલા સુરક્ષાકર્મીઓએ તેમણે બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે પડતાં બચાવી શક્યા ન હતા. વીડિયો 8 જાન્યુઆરીનો હોવાનું જણાઈ આવે છે જ્યારે બ્રિજ ભૂષણનો 69માં જન્મ દિવસ હતો.

લોકો અને સુરક્ષા જવાનો હક્કા બક્કા

વીડિયોમાં જોઈ શકાય છે કે બૃજભૂષણ શરણ સિંહની પાછળ સુરક્ષાકર્મીઓ ઉભેલા છે, તે ધીમે ધીમે મંચ પર ચઢવાનો પ્રયાસ કરે છે તેવામાં અચાનક જ સંતુલન ખોરવાઇ જાય છે અને મંચની બીજી તરફ ઊંધા માટે ગુલાંટ મારી જાય છે. થોડી ક્ષણો માટે હાજર લોકો અને સુરક્ષા જવાનો હક્કા બક્કા થઈ જાય છે. પરંતુ બૃજભૂષણ શરણ સિંહ પડ્યા બાદ લોકોને જોઈને હસવા લાગે છે. જુઓ વીડિયો

આઠ દિવસીય રાષ્ટ્ર કથાનું હતું આયોજન

ઉત્તર પ્રદેશના ગૌડામાં આવેલા નંદની નગરમાં આઠ દિવસીય રાષ્ટ્ર કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત ઋતેશ્વર મહારાજે લોકોને રાષ્ટ્ર કથાનું રસપાન કરાવ્યું હતું. 8 જાન્યુઆરીના રોજ કથાની પૂર્ણાહુતિ હતી તે જ દિવસે ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહનો 69મો જન્મ દિવસ પણ હતો. તે રાષ્ટ્ર કથાના મુખ્ય આયોજક હતા.

યૌન શોષણનો લાગ્યો હતો આરોપ

બૃજભૂષણ શરણ સિંહ 2011 થી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ હતા આ ઉપરાંત તે ઉત્તર પ્રદેશના કૈસરગંજના બીજેપી પૂર્વ સાંસદ પણ છે. બૃજભૂષણ શરણ સિંહ પર કેટલીક મહિલા ખેલાડીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને તે પછી બૃજભૂષણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજોએ જંતર-મંતર પર વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક, પરિસરમાં નમાઝ પઢતા એક યુવકને પોલીસે દબોચ્યો

બૃજભૂષણ શરણ સિંહે 1980ના દાયકામાં વિદ્યાર્થી રાજકારણમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ગોંડા, કૈસરગંજ અને બલરામપુર લોકસભા સીટ પરથી છ વખત સાંસદ બનેલા હતા. પ્રખર હિંદુત્વ કાર્યકર્તા બૃજભૂષણે અયોધ્યામાં રામ મંદિર આંદોલન દરમિયાન ઘણી ખ્યાતિ મેળવી હતી. બાબરી ધ્વંસ કેસમાં આરોપી એવા 40 નેતાઓની યાદીમાં બૃજભૂષણ શરણ સિંહનું નામ પણ સામેલ હતું, જેમને 2020માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.બૃજભૂષણે 1991માં પ્રથમ વખત 10મી લોકસભાની ચૂંટણી લડી હતી. તે પછી ફરીથી તેઓ 1999, 2004, 2009, 2014 અને 2019માં સતત પાંચ વખત લોકસભામાં ચૂંટાયા. તેમણે સમાજવાદી પાર્ટી સાથેના તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન પણ જીત મેળવી હતી. તેઓ લોકસભા ચૂંટણી 2014 પહેલા ભાજપમાં જોડાયા હતા. આ પછી તેઓ 2014 અને 2019માં લોકસભામાં ચૂંટાયા હતા.