દેશના પૂર્વ ચૂંટણી કમિશનર નવીન ચાવલાનું નિધન, ટ્રાન્સજેન્ડર મતદારો માટે કરી હતી આ પહેલ
Navin Chawla Passes Away : દેશના પૂર્વ ચૂંટણી કમિશનર નવીન ચાલવાનું આજે (1 ફેબ્રુઆરી-2025) નિધન થયું છે. તેઓ ભારતના 16માં મુખ્ય ચૂંટણી કમિશન હતા. ચૂંટણી પંચે ટ્વિટર પર પોષ્ટ કરીને તેમના નિધનની માહિીત આપી છે.
પહેલા ચૂંટણી કમિશનર, પછી મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા
નવીન ચાવલા 2005થી 2009 દરમિયાન ચૂંટણી કમિશનર બન્યા હતા. ત્યારબાદ તેમણે એપ્રિલ 2009થી જુલાઈ 2010 સુધી મુખ્ય ચૂંટણી કમિશનરની ફરજ અદા કરી હતી. આ દરમિયાન 2009ની લોકસભા ચૂંટણી અને સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.
આ પણ વાંચો : ભારતે બજેટમાં સાત મિત્ર દેશોનું પણ રાખ્યું ધ્યાન: માલદિવ્સને બમ્પર લાભ, આ દેશ ટોચ પર
ટ્રાન્સજેન્ડર મતદારો માટે ‘અન્ય’નો વિકલ્પ લાવ્યા
નવીન ચાવલાએ પોતાના કાર્યકાળ દરમિયાન ચૂંટણીમાં અનેક સુધારાઓ કર્યા હતા. જેમાં સૌથી મહત્ત્વનો સુધારો ટ્રાન્સજેન્ડર મતદારો માટે ‘અન્ય’ વિકલ્પનો હતો. આ પહેલા ટ્રાન્સજેન્ડર મતદારો માટે અલગ કેટેગરી ન હતી. તેઓએ પુરુષ અથવા મહિલાનો વિકલ્પ પસંદ કરી મત આપવો પડતો હતો.
આ પણ વાંચો : બે સંપત્તિની માલિકી ધરાવતા લોકોને નિર્મલા સીતારમણે બજેટમાં આપી ગૂડ ન્યૂઝ