India

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત

By GS TEAM
13 Mar 20262 mins read
TukuTouch Logo
વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી, હાલ પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તે વચ્ચે ભારતના વિદેશ મંત્રીએ ચોથી વખત ઈરાનના વિદેશ મંત્રી સાથે ગહન ચર્ચા કરી, ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 28 વેપારી જહાજ ફસાયેલા છે, જેને સુરક્ષિત લાવવા અને ઈંધણની તંગી ન સર્જાય તે માટે નવી દિલ્હી દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત

India Iran Trade: વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી, હાલ પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તે વચ્ચે ભારતના વિદેશ મંત્રીએ ચોથી વખત ઈરાનના વિદેશ મંત્રી સાથે ગહન ચર્ચા કરી, ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 28 વેપારી જહાજ ફસાયેલા છે, જેને સુરક્ષિત લાવવા અને ઈંધણની તંગી ન સર્જાય તે માટે નવી દિલ્હી દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે.

યુદ્ધ દરમિયાન ચોથી વખત વાતચીત

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ગત રાત્રે ફોન પર વાતચીત થઈ હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, જે બાદ જયશંકરે અરાઘચી સાથે વાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ઘેરાયેલા સંકટ વચ્ચે 5 માર્ચ અને 10 માર્ચના રોજ પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. છેલ્લા 15 દિવસમાં જયશંકર અને અરાઘચી વચ્ચે ચાર વાર વાત થઈ છે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝને આંશિક રીતે બંધ

વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, 'કાલે રાત્રે ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વધુ એક વખત વાતચીત થઈ, આ વાતચીતમાં દ્વિપક્ષીય મામલાઓ સાથે સાથે બ્રિક્સ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ', ભારત હોર્મુઝ સ્ટ્રેટના વ્યૂહાત્મક શિપિંગ રૂટ દ્વારા ભારતીય ધ્વજવાળા વેપારી જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સાથે સંઘર્ષ વધતાં ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝને આંશિક રીતે બંધ કરી દીધું છે. જેથી દુનિયા પર ઊર્જાનું સંકટ ઘેરાયું છે. જો કે ગુરુવારે સારા સમાચાર સામે આવ્યા હતા કે એક ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કરી ભારત પહોંચ્યું હતું. જેને ભારતના કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.

'આત્મરક્ષાનો અધિકાર'

ઈરાન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ કહેવામાં આવ્યું કે, સૈયદ અબ્બાસ અરાઘચીએ ભારતીય સમકક્ષ સાથે વાત કરી, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન સામે કરવામાં આવેલા હુમલાથી ઊભી થયેલી સ્થિતિ અને ક્ષેત્ર તથા દુનિયાની સ્થિરતા અને સુરક્ષા પર તેના પરિણામોની જાણકારી આપવામાં આવી, ઈરાની વિદેશ મંત્રીએ જયશંકર સામે આત્મરક્ષાના અધિકારના ઉપયોગની ચર્ચા કરી તહેરાનના દૃઢ સંકલ્પ પર જોર આપ્યું. 

બ્રિક્સની ભૂમિકા પર જોર

વધુમાં ઉમેર્યું કે, અરાઘચીએ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મંચ અને સંગઠન દ્વારા ઈરાન સામે કરવામાં આવેલા સૈન્ય આક્રમણની નિંદા કરવાની વાત પર જોર આપ્યું, દ્વિપક્ષીય સહયોગને વધારવા એક મંચના રૂપમાં બ્રિક્સની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, ભારતે પણ હાલના સમયમાં ક્ષેત્ર અને દુનિયામાં સ્થિરતા અને સુરક્ષાનું સમર્થન કરવા બ્રિક્સની ભૂમિકા પર વધુ જોર આપ્યું.