પાસપોર્ટ સેવા 2.0 લોન્ચ, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પોલીસ વેરિફિકેશનમાં નહીં લાગે સમય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Images Sourse: Envato |
Indian E-Passport Application: પાસપોર્ટ ડેટા સુરક્ષિત રાખવા માટે સરકારે પાસપોર્ટ સેવા 2.0 જાહેર કરવાનો પણ નિર્ણય લીધો છે. 24મી જૂન 2025ના રોજ 13મા પાસપોર્ટ સેવા દિવસ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે પાસપોર્ટ સેવા 2.0 (ઈ-પાસપોર્ટ) પણ લોન્ચ કરી હતી. જેનાથી પાસપોર્ટ મેળવવાનું ખૂબ જ સરળ બન્યું છે. ઈ-પાસપોર્ટમાં ચિપ હોય છે અને તે ટેમ્પર પ્રૂફ પણ છે.
ઈ-પાસપોર્ટના ફાયદા
•ઈ-પાસપોર્ટની મદદથી વિદેશ મુસાફરી સરળ બનશે. આનાથી લોકોને ઍરપોર્ટ માટે ઓછી રાહ જોવી પડશે અને તેમના માટે એક દેશથી બીજા દેશમાં મુસાફરી કરવાનું સરળ બનશે.
•પાસપોર્ટ ધારક ડેટા ઈ-પાસપોર્ટમાં સ્થાપિત ચિપમાં સુરક્ષિત રખાશે, જેથી કોઈ ઇચ્છે તો પણ ડેટા સાથે છેડછાડ કરી શકશે નહીં.
•પાસપોર્ટ ધારકની વ્યક્તિગત અને બાયોમેટ્રિક માહિતી પણ ચિપમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે.
•ઈ-પાસપોર્ટ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશન(ICAO)ના નિયમોનું પાલન કરે છે. આવી સ્થિતિમાં આ પાસપોર્ટ સમગ્ર વિશ્વમાં માન્ય રહેશે.
પોલીસ વેરિફિકેશન પણ સરળ બન્યું
પાસપોર્ટ માટે અરજી કર્યા પછી લોકોને પોલીસ વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પાસપોર્ટ મેળવવામાં મહિનાઓ લાગે છે. આ માટે વિદેશ મંત્રાલયે mPassport પોલીસ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી, પોલીસ વેરિફિકેશન ફક્ત 5-7 દિવસમાં પૂર્ણ કરી શકાય છે.
ઈ-પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?
•સરકારી વેબસાઇટ passportindia.gov.inની મુલાકાત લો. જો તમે આ વેબસાઇટ પર પહેલી વાર આવ્યા છો, તો પહેલા તમારું નામ, જન્મ તારીખ અને ફોન નંબર દાખલ કરીને રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ પોર્ટલમાં લોગ ઇન કરો.
•હવે ઈ-પાસપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો અને ટ્રેવેલ ઈસ્ટ્રી સહિત તમારી બધી વ્યક્તિગત વિગતો ભરો.
•એપોઇન્ટમેન્ટ લેવા માટે સ્થાનિક પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) અથવા પોસ્ટ ઑફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર(POPSK)નો વિકલ્પ પસંદ કરો.
•પાસપોર્ટ ફી ચૂકવવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બૅંકિગનો ઉપયોગ કરીને ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરો.
•હવે તમારી સુવિધા મુજબ એપોઇન્ટમેન્ટ તારીખ અને સમય બુક કરો.
•પસંદ કરેલા સ્લોટ મુજબ PSK અથવા POPSK પર જાઓ. આ દરમિયાન બધા જરૂરી દસ્તાવેજો તમારી સાથે રાખવાનું ભૂલશો નહીં. અહીં તમારા બાયોમેટ્રિક્સ લીધા પછી પ્રક્રિયા પૂર્ણ થશે.
•તમારો પાસપોર્ટ આગામી થોડા દિવસોમાં તમારા આપેલા સરનામે પોસ્ટ દ્વારા પહોંચી જશે.









