Get The App

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત

Updated: Jun 3rd, 2025

GS TEAM

Google News
Google News
જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત 1 - image

Northeast Flood-Landslides: પૂર્વોત્તરમાં પૂરના રાપણે લાખોની સંખ્યામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 36 લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે. વળી, આ વિસ્તારના અનેક રાજ્યોમાં 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર્વોત્તર વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે આસામમાં સૌથી વધુ 11 લોકોના મોત થયા છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં 10, મેઘાલયમાં 6, મિઝોરમમાં 5, સિક્કિમમાં 3 અને ત્રિપુરામાં એક વ્યક્તિનું મોત થયું છે. 

આસામમાં 22 જિલ્લામાં પૂરથી 5.35 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જોકે એક વ્યક્તિનું મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, 15 નદીઓ ઉભરાઈ ગઈ છે. એક સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, સિક્કિમના છતેનમાં એક લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનના કારણે ત્રણ સૈનિકોના મોત થયા છે અને 6 સૈનિકો ગુમ થયા છે. 

આ પણ વાંચોઃ ચિંતાજનક: અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 50 નવા કેસ, એક સગર્ભાનું મોત

મુખ્યમંત્રીએ પ્રભાવિત વિસ્તારની લીધી મુલાકાત

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાંથી એક લખીમપુર જિલ્લાની મુલાકાત લીધી અને પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે, આસામમાં મોટાભાગે સામાન્ય વરસાદની સંભાવના છે, જો કે અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. વળી, અમુક જગ્યાએ અત્યાધુનિક વરસાદનું અનુમાન છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં દેશભક્તિની થીમ પર IPLનો સમાપન સમારોહ: લેઝર શૉનું આયોજન, ટિકિટની નબળી વ્યવસ્થાથી ચાહકો નારાજ

મણિપુરમાં કેવી છે સ્થિતિ? 

મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આવેલા પૂરથી 3365 ઘરોને નુકસાન થયું છે અને 19 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. લોકોને પ્રભાવિત વિસ્તારમાંથી નીકળીને રાહત શિબિરમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના ઇમ્ફાલ ઇસ્ટ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લાના હેઇગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. આ સિવાય સેનાપતિ જિલ્લો પણ પૂરથી પ્રભાવિત છે.