India

VIDEO: કાશ્મીર બાદ હિમાચલમાં પણ આકાશી આફત: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 300 વર્ષ જૂનું શિવ મંદિર અડીખમ

By GS TEAM
26 Aug 20252 mins read
TukuTouch Logo
હિમાચલ પ્રદેશ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદે આખા રાજ્યમાં તબાહી મચાવી છે. મંડી, કાંગડા, ચંબા અને કુલ્લુ જેવા જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ખાસ કરીને મંડીમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કાશ્મીર બાદ હિમાચલમાં પણ આકાશી આફત: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 300 વર્ષ જૂનું શિવ મંદિર અડીખમ

Flood Situation in Himachal: હિમાચલ પ્રદેશ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદે આખા રાજ્યમાં તબાહી મચાવી છે. મંડી, કાંગડા, ચંબા અને કુલ્લુ જેવા જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ખાસ કરીને મંડીમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 

ઐતિહાસિક મંદિરનો એક ભાગ ડૂબી ગયો

મંડીમાં બિયાસ નદીના કિનારે આવેલું ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ મંદિર ખૂબ જૂનું છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ ભારે વરસાદ અને પૂરના કારણે મંદિરનો મુખ્ય ભાગ હવે પાણીમાં ડૂબી ગયો છે. માહિતી અનુસાર, આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે.

IMD દ્વારા એલર્ટ જાહેર

ભારત હવામાન વિભાગ (IMD)એ મંડી, કાંગડા અને ચંબા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાક આ વિસ્તારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અહીં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ નદી-નાળા પાસે ન જાય અને બિનજરૂરી મુસાફરી ટાળે.

રસ્તાઓ અને વીજળી-પાણી પુરવઠો ખોરવાયો

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર, બે રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત લગભગ 795 રસ્તાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 956 વીજ ટ્રાન્સફોર્મર અને 517 પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે. 

આ પણ વાંચો: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હજુ નથી મળ્યો સરકારી બંગલો, જાણો શું છે કારણ

સ્કૂલ-કોલેજ બંધ, NDRFની ટીમ તૈનાત

મંડી, કાંગડા, ચંબા, બિલાસપુર અને કુલ્લુ જિલ્લાઓમાં જિલ્લા પ્રશાસને ઘણી જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

સતત વધી રહેલો ખતરો

હવામાન વિભાગનું કહેવું છે કે હિમાચલ પ્રદેશમાં ચોમાસાની અસર હજુ પણ વધી શકે છે. તેથી, ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવા જેવી ઘટનાઓનો ખતરો યથાવત છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે.