Get The App

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું નિધન, 96 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ફાતિમા બીવી તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે

તેઓ દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા પણ હતા

Updated: Nov 23rd, 2023

GS TEAM

Google News
Google News
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું નિધન, 96 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 1 - image

Fatima Beevi Passes Away : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ફાતિમા બીવીનું નિધન થયું છે. જસ્ટિસ ફાતિમા બીવી ભારતની સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ મહિલા હતા. આ ઉપરાંત તેઓ દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા પણ હતા.

બાર કાઉન્સિલ ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ મહિલા બન્યા

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ એમ ફાતિમા બીવીનું 96 વર્ષની વયે કેરળની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું  છે. જજ ફાતિમા બીવીનો જન્મ 1927માં કેરળમાં થયો હતો અને તેના પિતાએ તેને કાયદાનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે 1950માં બાર કાઉન્સિલની પરીક્ષામાં ટોપ કર્યું અને બાર કાઉન્સિલ ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ મહિલા બન્યા હતા. કેરળમાં વકીલ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને 1974માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બનવા સુધી તેમણે કામ કર્યું હતું.

તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા

તેમણે રાજકીય ક્ષેત્રે પણ પોતાની છાપ છોડી હતી. તેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપ્યા બાદ તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ કોઈપણ ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા જજ પણ હતા. આ ઉપરાંત એશિયામાં કોઈ દેશની સર્વોચ્ચ અદાલતની પ્રથમ મહિલા જજનું બિરુદ પણ તેમના નામે છે. ફાતિમા બીવી 1989માં સુપ્રીમ કોર્ટની મહિલા જજ બનનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા.

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું નિધન, 96 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 2 - image