Get The App

એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે 1 - image


- સેન્સસ કમિશનરે રાજ્યના સચિવોને પત્ર લખ્યો

- પ્રથમ તબક્કામાં ઘરમાં વાહનો, ઇલેક્ટ્રોનિક અને સુખ સુવિધાઓની વસ્તુઓની માહિતી લેવામાં આવશે

નવી દિલ્હી: વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં થવાની છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે આગામી વર્ષે ૧ એપ્રિલથી તેનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે.

આ તબક્કામાં લોકોને તેમના ઘરોમાં રહેલા વાહનો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને અન્ય સુખ સુવિધાઓની વસ્તુઓ અંગે પૂછવામાં આવશે. આ માટે સેન્સસ કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી કરાવવામાં આવશે.

પ્રથમ તબક્કામાં લોકોની રહેઠાણની સ્થિતિ અને સુખ સુવિધાની સામગ્રીની માહિતી લેવામાં આવશે. વસ્તી ગણતરીના બીજા તબક્કામાં ઘરમાં રહેતા પ્રત્યેક વ્યકિતની સામાજિક, આર્થિક અને અન્ય માહિતી એકત્ર કરવામાં આવશે. 

રાજ્યોના મુખ્ય સચિવોને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નક્કી કરેલ તારીખથી પહેલા સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણતરી અધિકારીઓ અને કાર્યકરોના કામોની વહેંચણી કરવામાં આવશે.

આ કાર્ય જિલ્લા સ્તરે કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે આ વખતની વસ્તી ગણતરીમાં જાતિની માહિતી પણ નોંધવામાં આવશે. વસ્તી ગણતરીના કાર્ય માટે ૩૪ લાખ સર્વે કરનારા અને સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે. 

આ લોકો ફીલ્ડનું કામ કરશે. આ ઉપરાંત ૩૦ હજાર વસ્તી ગણતરી અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ અધિકારી વસ્તી ગણતરી દરમિયાન મળેલી માહિતીનો ડેટા તૈયાર કરશે. ત્યારબાદ માહિતીનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે.

ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરે લગભગ ત્રણ ડઝન પ્રશ્રો તૈયાર કર્યા છે. જે વસ્તી ગણતરી દરમિયાન લોકોને પૂછવામાં આવશે. આ સર્વેમાં દરેક વ્યકિતને ફોન, ઇન્ટરનેટ,વાન, રેડિયો, ટીવી, ફ્રિઝથી જોડાયેલી માહિતી માંગવામાં આવશે.

આ ઉપરાંત લોકોને એ પણ પૂછવામાં આવશે કે ક્યાં પ્રકારના અનાજનો ઉપયોગ કરે છે, પીવાના પાણીનો સ્ત્રોત કયો છે. શૌચાલય, પાણીનો નિકાલ, સ્નાન અને રસોડામાં જોડાયેલ માહિતી લેવામાં આવશે. લોકોને એલપીજી અને પીએનજી કનેકશનની માહિતી પૂછવામાં આવશે.

લોકોને એ પણ પૂછવામાં આવશે કે તેમણે છત, દીવાલો અને ફર્શ પર કઇ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. ઘરમાં કેટલા લોકો રહે છે. ઘરમાં કેટલા રૂમ છે. ઘરમાં કેટલા દંપતિ છે. 

ઘરના વડા મહિલા છે કે પુરુષ. એક માર્ચ, ૨૦૨૭ સુધી વસ્તી ગણતરીનો અંતિમ તબક્કો પૂર્ણ થવાનો છે. ભારતમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે પણ આ વખતે કોરોનાને કારણે વસ્તી ગણતરીમાં વિલંબ થયો છે. 

- વસ્તી ગણતરી માટે વહીવટી એકમોની સરહદો ૩૧ ડિસેમ્બરે ફ્રીઝ કરાશે

નવી દિલ્હી: કેન્દ્રે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું છે કે તે વહીવટી એકમોની સરહદોમાં પ્રસ્તાવિત કોઇ પણ ફેૈરફાર ૩૧ ડિસેમ્બર પહેલા કરે કારણકે  આ તરીખને વસ્તરી ગણતરીની પ્રક્રિયા માટે અંતિમ ગણવામાં આવશે. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા મિતૃંજયકુમાર નારાયણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વસ્તી ગણતરી માટે તમામ ગામો અને શહેરોને એક સમાન  બ્લોકમાં વિભાજિત કરવામાં આવે છે અને પ્રત્યેક બ્લોક માટે એક ગણનાકર્તા નિયુક્ત કરવામાં આવે છે. 

જેથી વસ્તી ગણતરી દરમિયાન કોઇ પણ પ્રકારની ચૂક અને પુનરાવર્તનથી બચી શકાય. નિયમો અનુસાર  વહીવટી એકમો જેવા કે જિલ્લા, પેટા જિલ્લા, તાલુકા અને પોલીસ સ્ટેશનની સરહદ નક્કી કર્યાના ત્રણ મહિના પછી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવે છે.


Tags :