Get The App

VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી 'INS નિસ્તાર' નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી 'INS નિસ્તાર' નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે 1 - image

Image Source - @airnewsalerts

INS Nistar : ભારતીય નૌકાદળ માટે 18 જાન્યુઆરી-2025 નો દિવસ સીમાચિહ્નરૂપ સાબિત થવાનો છે, કારણ કે ભારતનું પ્રથમ સ્વદેશી ડીએસવી ‘આઈએનએસ નિસ્તાર’ નૌકાદળમાં સામેલ થયું છે. વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ ડૉકયાર્ડમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠીની ઉપસ્થિતિમાં આઈએનએસ નિસ્તારને નૌકાદળમાં સામેલ કરાયું છે. આ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બનાવવામાં આવ્યું છે. તે માત્ર એક સહાયક જહાજ નથી, પરંતુ એક સાયલન્ટ કિલર છે જે સમુદ્રમાં દુશ્મનની કોઈપણ ચાલને નિષ્ફળ બનાવે છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે આ જહાજ નૌકાદળને 8મી જુલાઈના રોજ સોંપ્યો હતો.

અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા INS નિસ્તાની જાણો તાકાત

નિસ્તારએ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને બચાવ કામગીરી માટે રચાયેલુ યુદ્ધ જહાજ છે. તેનું નામ સંસ્કૃત શબ્દ 'નિસ્તાર' પરથી આવ્યું છે, જેનો અર્થ મુક્તિ, બચાવ અથવા મુક્તિ થાય છે. તે એક ખાસ ટેકનોલોજી ધરાવતું જહાજ છે જે વિશ્વ થોડા દેશ પાસે જ છે. INS નિસ્તાર ઈન્ડિયન નેવીનું પહેલું ડેડીકેટેડ ડાઇવિંગ સપોર્ટ જહાજ (DSV) હશે, જેનો ઉપયોગ કટોકટીમાં કોઈપણ સબમરીનને બચાવવા માટે કરવામાં આવશે. આ જહાજ લગભગ 80% સ્વદેશી ટેકનોલોજી અને સામગ્રીથી બનેલું છે. તેનું વજન 9350 ટન છે અને તે 120 મીટર લાંબુ છે.

શીપમાં 200થી વધુ કર્મી તહેનાત કરવાની ક્ષમતા

INS નિસ્તારમાં 200થી વધુ નેવીના કર્મચારીઓ તૈનાત કરી શકાય છે અને તે બંદર પર પાછા ફર્યા વિના 60 દિવસ સુધી સમુદ્રમાં કાર્ય કરી શકે છે. તે ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વ્હીકલ (DSRV)થી સજ્જ છે, જે સમુદ્રમાં 650 મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે અને કોઈપણ ફસાયેલી સબમરીનના સૈનિકોને બચાવી શકે છે. તેમાં હેલિકોપ્ટરની સુવિધા પણ છે, જેથી કટોકટીમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ શકે. અત્યાર સુધી ઈન્ડિયન નેવીને સબમરીન અકસ્માતો અથવા બચાવ મિશનમાં ONGC અથવા ખાનગી કંપનીઓ પર આધાર રાખવો પડતો હતો. પરંતુ INS નિસ્તાર અને INS નિપુણના આગમનથી ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભર બનશે. INS નિસ્તાર પૂર્વ કિનારા પર તૈનાત કરવામાં આવશે, જ્યારે INS નિપુણ પશ્ચિમ કિનારા પર તૈનાત કરવામાં આવશે. આનાથી કોઈપણ ખૂણામાં સબમરીન અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકશે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત

INS નિસ્તાર કેવી રીતે કામ કરશે?

INS નિસ્તારનું મુખ્ય કામ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને બચાવ કરવાનું છે. જો કોઈ સબમરીન દરિયામાં ફસાઈ જાય અથવા તેમાં કોઈ સમસ્યા હોય, તો આ જહાજ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકે છે. તેના ROV સમુદ્રમાં ઊંડા જાય છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે. તેઓ મહત્ત્વપૂર્ણ માલસામાન અથવા લોકોને બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ જહાજનો ઉપયોગ દરિયામાં ડૂબી ગયેલી વસ્તુઓને બહાર કાઢવા માટે પણ થઈ શકે છે.

આ પણ વાંચો : જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા ઇનકાર

Tags :