10મી માર્ચનો ઈતિહાસ : ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફુલે
અમદાવાદ : દરેક દિવસ અને તારીખ સાથે એક ઇતિહાસ જોડાયેલો હોય છે, 10 મી માર્ચ ભારત માટે ખાસ છે, કારણ કે, આજ દિવસે દેશના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રિબાઇ ફુલેનું નિધન થયુ હતુ. તેમનો જન્મ એક દલવિત પરિવારમાં થયો હતો. માત્ર 10 વર્ષની ઉંમરમાં જ તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. તેમના પતિને પણ ભણતર છોડવા માટે મજબુર કરવામાં આવ્યા હતા.
પતિ જ્યોતિરાવે પત્ની સાવિત્રિબાઇ ફુલેને ભણાવવામાં મદદ કરી હતી, તે તેમને ઘરે જ ભણાવતા હતા.
સાવિત્રીબાઇ શિક્ષક હોવાની સાથે સાથે ભારતના નારી મુક્તિ આંદોલનના પ્રથમ નેતા, સમાજ સુધારક અને મરાઠી કવયિત્રી પણ હતા. તેમને બાળકોને શિક્ષિત કરવા માટે સમાજનો મોટો વિરોધ પણ સહન કરવો પડ્યો હતો.
આઝાદીનો એ સમય જ્યારે મહિલાઓની ગણના એક નીચલા સ્તર પર થતી હતી. આજે જેમ સ્ત્રીઓ ભણી ગણીને માતા પિતાનું નામ રોશન કરે છે, તેમ તે સમયમાં નહોતુ. સાવિત્રીબાઇ જ્યારે શાળામાં ભણવા માટે જતાં હતા ત્યારે તેમના પર પથ્થર પણ ફેંકાતા હતા. તેમ છતાં પોતાની પરિસ્થિતિનો તેમણે સામનો કર્યો.
1848 માં પતિ સાથે મળીને સાવિત્રીબાઇ ફુલેએપ બાલિકાઓ માટે શાળાની શરુઆત કરી હતી.
સાવિત્રિબાઇના પતિ જ્યોતિરાવનું નિધન 1890 માં થઇ ગયુ હતુ. તેમણે સામાજીક માપદંડોને પાછળ છોડતા પોતાના પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા. જેના 7 વર્ષ બાદ 1897 માં પુરા મહારાષ્ટ્રમાં પ્લેગની બીમારી ફેલાઇ હતી, જેમાં લોકોની મદદ કરવા માટે સાવિત્રીદેવી આગળ આવ્યા અને 10 માર્ચ 1897 ના રોજ પ્લેગનાં કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.