Get The App

રાફેલ ફાઇટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
રાફેલ ફાઇટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ 1 - image


Rafale Body Parts Production In India: ફાઇટર જેટ રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશને ભારતના ટાટા ગ્રૂપ સાથે મોટી ડીલ કરતાં હવે રાફેલનું બૉડી ભારતમાં જ બનશે. દસોલ્ટ એવિએશન હવે ટાટા ગ્રૂપ સાથે મળી ફાઇટર પ્લેન રાફેલની બૉડી ભારતમાં જ બનાવશે. દસોલ્ટ એવિએશન અને ટાટા ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે ભારતમાં જ રાફેલ ફાઇટર પ્લેનના બૉડી પાર્ટ્સ બનાવવા ચાર પ્રોડક્શન ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર દેશની એરસ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને મજબૂત બનાવવા તથા ગ્લોબલ સપ્લાય ચેઈનને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે.

આ સુવિધા ભારતના એરસ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઢાંચામાં એક મહત્ત્વપૂર્ણ રોકાણને પ્રોત્સાહન આપશે. આ પગલું ભારતમાં ફાઇટર પ્લેનના મેન્યુફ્ચરિંગને વેગ આપશે. રાફેલ ફાઇટર જેટના મહત્ત્વના પાર્ટ્સનું નિર્માણ ભારતમાં કરશે. જેમાં ફ્યુલના fuselage, વિમાનનો પાછલો હિસ્સો, સેન્ટ્રલ  fuselage અને ફ્રન્ટ હિસ્સો સામેલ છે. આ પ્રોડક્શન પ્લાન્ટમાંથી 2028 સુધી રાફેલની પ્રથમ  fuselage એસેમ્બલી લાઇન શરુ થશે. પ્રોડક્શન પ્લાન્ટ સંપૂર્ણપણે સંચાલિત થઈ ગયા બાદ દરમહિને 2 fuselage તૈયાર થશે.

શું હોય છે રાફેલ જેટનો fuselage?

રાફેલ ફાઇટર જેટમાં  fuselage વિમાનો મુખ્ય ઢાંચો છે. જે સેન્ટ્રલ હિસ્સો છે. ત્યાં પાયલોટ કૉકપીટ, એન્જિન, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ અને હથિયારને જોડવામાં આવે છે. વિંગ્સ અને ટેલને પણ સહારો આપવા તેની જરૂર પડે છે. રાફેલનું  fuselage હળવો અને કાર્બન-ફાઇબરની મજબૂત કમ્પોઝિટ સામગ્રીઓથી બનાવવામાં આવે છે.  fuselage વિમાનની સ્થિરતા, એરો ડાયનામિક્સ, અને રડાર ક્રોસ-સેક્શન ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. રાફેલનો fuselage સર્પેન્ટાઇન એર ઇનટેક અને કમ્પોઝિટ સામગ્રીના લીધે રડાર ડિટેક્શનમાં ઘટાડો કરે છે.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત

પહેલી વાર ફ્રાન્સની બહાર  fuselage ઉત્પાદન

ધ સોલ્ટ એવિએશનના ચેરમેન અને સીઈઓએ જણાવ્યું હતું કે, પહેલીવાર રાફેલના fuselageનું ઉત્પાદન ફ્રાન્સની બહાર કરવામાં આવશે. જે ભારતમાં અમારી સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાની દિશામાં નિર્ણાયક પગલું છે. ભારતીય એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ટોચના ખેલાડીઓ પૈકી એક Tata Advanced Systems limited સહિત અમારા સ્થાનિક પાર્ટનર્સને આ વિસ્તરણ બદલ આભાર. સપ્લાય ચેઇન રાફેલના સફળ નિર્માણમાં યોગદાન આપવા અને અમારા સમર્થનથી ગુણવત્તા અને સ્પર્ધાત્મક જરૂરીયાતો પૂરી કરશે. 

રાફેલ ફાઇટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ 2 - image

Tags :