Get The App

ઈન્દિરા ગાંધીના આધ્યાત્મિક ગુરુ ધીરેન્દ્ર બ્રહ્માચારીના આશ્રમ પર ગંભીર આરોપો લાગ્યા

Updated: Jul 13th, 2021

GS TEAM

Google News
Google News
ઈન્દિરા ગાંધીના આધ્યાત્મિક ગુરુ ધીરેન્દ્ર બ્રહ્માચારીના આશ્રમ પર ગંભીર આરોપો લાગ્યા 1 - image


નવી દિલ્હી,તા.13.જુલાઈ.2021

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના આધ્યાત્મિક ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીના આશ્રમ પર જમીન વેચવાની ડીલમાં ટેક્સ ચોરીના ગંભીર આરોપો લાગ્યા છે.

ધીરેન્દ્ર બ્રહ્મચારીના ગુરુગ્રામ ખાતે આવેલી 23 એકર જમીનની આજના માર્કેટ રેટ પ્રમાણે 2000 કરોડ રુપિયા કિંમત થવા જાય છે.કેટલાક લોકોની મિલી ભગતથી આ જમીન માત્ર 55 કરોડ રુપિયાની બતાવીને વેચવામાં આવી રહી હતી.

એ પછી પોલીસે આશ્રમના ટ્રસ્ટ અને કહેવાતા જમીન ખરીદનારાઓ પર કેસ દાખલ કર્યો છે.સાથે સાથે આશ્રમના ટ્રસ્ટ પર જમીન ખરીદવા માંગતા એક વ્યક્તિ સાથે થયેલો કરાર પૂરો કર્યા વગર બીજાને આ જમીન વેચી દેવાનો ગંભીર આરોપ પણ લાગ્યો છે.

ધીરેન્દ્ર બ્રહ્મચારીનો આશ્રમ 1973માં બન્યો હતો.તનુ સંચાલન અપર્ણા આશ્રમ સોસાયટી દ્વારા કરવામાં આવે છે.આ સોસાયટીમાં તેમના સિવાય મુરલી ચૌધરી, રેણુ ચૌધરી, શ્યામ શર્મા, કેકે સોની પણ હતા.તેમના દેહાંત બાદ સંસ્થાની દેખરેખ મુરલી ચૌધરી કરી રહ્યા હતા.

2010માં ટ્રસ્ટે પોતાની જમીનનો એક મોટો હિસ્સો વેચવાનુ નક્કી કર્યુ હતુ.75 ટકા જમીન વેચવા એક કંપની સાથે 300 કરોડ રુપિયાનો સોદો થયો હતો.આ માટે આશ્રમને 50 લાખ રુપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા.જોકે આરોપ એ છે કે, આશ્રમે આ સોદો પૂરો કરવાની જગ્યાએ આ જમીનને 2020માં દિલ્હીની બીજી ચાર કંપનીઓને વેચી દીધી હતી.

જે ચાર કંપનીઓને જમીન વેચાઈ છે તે તમામ શેલ કંપનીઓ છે.આ કંપનીઓ કોઈ કામ કરતી નથી પણ માત્ર જમીનની લે વેચ માટે બનાવાઈ છે.આ ચાર કંપનીઓના માલિક અમિત કાત્યાલ, સંજીવ નંદા, પ્રીતિ નંદા, વિવેક નાગપાલ , વિનોદ અંબાવત્તાને બતાવાયા છે.આ લોકોને પણ પોલીસે આરોપી બનાવવામાં આવ્યા છે.

Tags :