West Bengal: પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કલ્યાણી વિસ્તારમાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં શુક્રવારે (7 ફેબ્રુઆરી) બપોરે ભયંકર વિસ્ફોટ થયો, જેમાં ચાર લોકોના મોત થઈ ગયા. વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ, જેમાં આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ. અધિકારીઓના અનુસાર, વિસ્ફોટ બાદ ઘટના સ્થળે બચાવ દળની ટીમ પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને કલ્યાણીના જેએનએમ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમાચાર એજન્સી ANIના એક પોલીસ અધિકારીના હવાલાથી જણાવાયું છે કે, વિસ્ફોટમાં આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ અને ચાર લોકોના મોત થયા.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના ધારમાં મોટી દુર્ઘટના, એક બાઈક પર જતાં 4 લોકો કૂવામાં ખાબકતાં મોત
ભાજપ ધારાસભ્યે ફેક્ટરી પણ લગાવ્યા આરોપ
કલ્યાણીથી ભાજપના ધારાસભ્ય અંબિકા રાયે આરોપ લગાવ્યો કે, તંત્રની મદદગારીથી મોટી વસ્તીવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અહીં ફટાકડા ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ભારત પરત આવ્યા બાદ સરકારની મોટી કાર્યવાહી, કબૂતરબાજોમાં ફફડાટ
તેમણે કહ્યું કે, આ દુઃખદ ઘટનામાં ચાર મહિલાઓ અને એક બાળક સહિત પાંચ લોકો માર્યા ગયા છે. આ પ્રકારની અનેક ઘટનાઓ બની રહી છે. અહીં મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ મળ્યા હતા. શું એ શક્ય છે કે પોલીસને આ વાતની માહિતી ન હતી કે અહીં મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ રાખેલા હતા? મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. આ ઘટનાની NIA તપાસની માગ કરું છું. અમે આ મુદ્દાને વિધાનસભામાં પણ ઉઠાવીશું.


