Get The App

મહાકુંભમાં ફરી લાગી આગ... પાર્કિંગમાં 2 ગાડીઓ ભડભડ સળગી ઉઠી, મોટી દુર્ઘટના ટળી

Updated: Jan 25th, 2025

GS TEAM


Google News
Google News
મહાકુંભમાં ફરી લાગી આગ... પાર્કિંગમાં 2 ગાડીઓ ભડભડ સળગી ઉઠી, મોટી દુર્ઘટના ટળી 1 - image


Prayagraj Fire Mahakumbh : મહાકુંભનો આજે 13મો દિવસ છે. ત્યારે આજના દિવસે બે મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જોકે સદનસીબે બંને દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહી. આજે (શનિવારે) વહેલી સવારે પાર્કિંગમાં બે ગાડીઓમાં આગ લાગી હતી, જ્યારે બીજી એક દુર્ઘટના બોટ ડૂબવાની બની હતી.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં શનિવારે વહેલી સવારે 7 વાગે ફરીથી આગ લાગવાની ઘટના બની છે. મેળામાં સેક્ટર 2 પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો છે, જોકે સદનસીબે મોટો અકસ્માત થતાં બચી ગયો હતો. એક ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ છે, જ્યારે બીજી ગાડી અડધી બળી ગઇ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર મહાકુંભ નગરમાં શનિવારે ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી છે. પાર્કિંગમાં ઉભેલી ગાડીને આગ લાગી હોવાની જાણકારી વહીવટી તંત્રને આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં કોઇ મોટું નુકસાન થયું નથી. 


આ દુર્ઘટના વિશે ફાયર બ્રિગેડના અધિકારી વિશાલ યાદવે જણાવ્યું હતું કે અમારી પાસે અનુરાગ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઉભેલી કારને આગ લાગી છે. જેના લીધે બાજુમાં પાર્ક કરેલી બીજી ગાડી પણ અડધી સળગી ગઇ હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બધા લોકો સુરક્ષિત છે. આ ઘટના સવારે 7 વાગે બની હતી. 

મહાકુંભમાં બોટ પલટી

મહાકુંભનો આજે 13મો દિવસ છે. શનિવારે સવારે કિલા ઘાટ પર યમુનામાં એક બોટ પલટી ખાઇ ગઇ હતી. બોટમાં સવાર 10 લોકો ડૂબવા લાગ્યા હતા પરંતુ પોલીસે લાઇફ જેકેટ અને રિંગ્સ ફેંકીને તમામને બચાવી લીધા છે. જ્યાં અકસ્માત સર્જાયો હતો ત્યાં યમુનાની ઉંડાઇ 35 ફૂટ હતી. તમામને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

Tags :