India

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી(AAP) નેતા સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહમદ ખાન વિરૂદ્ધમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. ઈસાઈ સમુદાયના પવિત્ર પ્રતીક સાંતા ક્લોઝના કથિત અપમાન મામલે ખુશબુ જોર્જ દ્વારા કરેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ

FIR Against AAP Leaders For Insulting Santa Claus: દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી(AAP) નેતા સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહમદ ખાન વિરૂદ્ધમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. ઈસાઈ સમુદાયના પવિત્ર પ્રતીક સાંતા ક્લોઝના કથિત અપમાન મામલે ખુશબુ જોર્જ દ્વારા કરેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે.

ફરિયાદ મુજબ, આ વિવાદ 17 અને 18 ડિસેમ્બર, 2025ના રોજ નેતાઓ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો બાદ શરૂ થયો હતો. આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં આયોજિત એક રાજકીય નાટકનો એક ભાગ હતો. વીડિયોમાં ઈસાઈ સમુદાયના સન્માનિત ધાર્મિક-સાંસ્કૃતિક પ્રતીક સાંતા ક્લોઝને મજાક અને અપમાનજનક રીતે રજૂ કરાયા હોવાનો ફરિયાદમાં આરોપી છે. 

વીડિયોમાં આપત્તિજનક દેખાવનો આરોપ

ફરિયાદીનું કહેવું છે કે, નેતાઓ દ્વારા મૂકવામાં આવેલા વીડિયોમાં સાંતા ક્લોઝને રસ્તા પર બેભાન થઈને પડતાં દેખાડવામાં આવ્યા છે. તેમનો ઉપયોગ ગંભીર ધાર્મિક વ્યક્તિની જગ્યાએ રાજકીય સંદેશ આપવા માટે એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીડિયોના એક ભાગમાં સાન્તા ક્લોઝને ખોટા CPR આપતા બતાવામાં આવ્યા છે, જેને ખ્રિસ્તીઓ સેન્ટ નિકોલસ અને નાતાલની પવિત્રતાની મજાક ગણી છે. 

'ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનું કાવતરું'

FIRમાં ઉલ્લેખ કર્યો છે કે, આ કૃત્ય જાણીજોઈને અને દુર્ભાવનાપૂર્ણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને એડવેન્ટ એટલે કે ક્રિસમસ પહેલાના સમયમાં આ પ્રકારનો વીડિયો જાહેર કરીને ઈસાઈ ધર્મ પ્રતિ અનાદર દર્શાવે છે. ઈસાઈ સમુદાયનું માનવું છે કે, રાજકીય લાભ માટે એક પવિત્ર પ્રતીકની આ રીતે જાહેરમાં મજાક કરવી એ તેમની આસ્થા પર ઊંડો ઘા છે.

આ પણ વાંચો: 'મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં રૉડ...', ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી

સમગ્ર મામલે દિલ્હી પોલીસે ગંભીરતા દાખવીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 302 હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસ અનુસાર, કોઈપણ ધાર્મિક પ્રતીકની જાહેરમાં મજાક ઉડાવવી કે તેનું અપમાન કરવું એ ફોજદારી ગુનો છે. પોલીસે જણાવ્યું હતું કે, 'ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ડિજિટલ પુરાવા અને સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવામાં આવી રહી છે.'