Get The App

રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ 1 - image


બિહાર પ્રવાસ પર પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરૂદ્ધ બે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. દરભંગા પોલીસે તેમના વિરૂદ્ધ બે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ દરભંગાના લહેરિયાસરાય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને તેમાં રાહુલ ગાંધી સહિત 20 દિગ્ગજ નેતાઓ અને અંદાજિત 100 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક આંબેડકર છાત્રાલયમાં જબરદસ્તી કાર્યક્રમ આયોજિત કરવાને લઈને છે.

રાહુલ ગાંધીએ દરભંગામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત આંબેડકર હોસ્ટેલમાં થઈ હતી, જેની તંત્રએ મંજૂરી આપી ન હતી. 

તંત્રનો દાવો છે કે છાત્રાલયમાં કોઈ પણ રાજકીય કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં રાહુલ ગાંધી અને તેમના સમર્થકોએ કાર્યક્રમ આયોજિત કર્યો. આ મામલે પોલીસે બે ફરિયાદ નોંધી છે, બંનેમાં રાહુલ ગાંધીનું નામ સામેલ કરવામાં આવ્યું છે.

પહેલી ફરિયાદ ભારતીય ન્યાય સંહિત (BNS)ની કલમ 163ના ઉલ્લંઘનને લઈને દાખલ કરવામાં આવી છે. જેના પર હાજર મેજિસ્ટ્રેટ ખુર્શીદ આલમે આ ફરિયાદ નોંધાવી. આરોપ છે કે, રાહુલ ગાંધી અને તેમના સમર્થકોએ પ્રતિબંધિત હુકમ છતાં સભા યોજી હતી અને કાયદો અને વ્યવસ્થાની અવગણના કરી હતી.

Tags :