મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ

સુપ્રીમે રવિને શોધવાની જવાબદારી ઇડીને સોંપી
આરોપીની અરજી ફગાવતા સુપ્રીમે કહ્યું કે આવા લોકો માટે કોર્ટ અને તપાસ એજન્સીઓ રમત :કેસની વધુ સુનાવણી 14 નવેમ્બરે
મહાદેવ બેટિંગ એપનો કેસ સામ આવ્યા પછી તના પ્રમુખ રવિ ઉપ્પલ દુબઇમાં હોવાના સમાચાર સામે આવ્યા હતાં. જો કે રવિ તમામ એજન્સીઓને માત આપી દુબઇથી ભાગી ગયો છે.
હવે તે ક્યાં છે તે કોઇને ખબર નથી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ એમ સુંદ્રેશ અને ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર શર્માએ રવિ ઉપ્પલને શોધવાની જવાબદારી ઇડીને સોંપી છે. કોર્ટે જણાવ્યું છે કે આ ચોંકાવનારો કેસ છે અને કોર્ટને આ કેસમાં કંઇક તો કરવું પડશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રવિ ઉપ્પલ જેવા લોકો માટે કોર્ટ અને તપાસ એજન્સીઓ રમવાની વસ્તુઓ છે. આપણે આ લોકો માટે કંઇક કરવું પડશે. અમે તેની અરજી ફગાવીએ છીએ. તેને વહેલામાં વહેલી તકે શોધો. તેની પહોંચ લાંબી છે એટલે જ તે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જતો રહે છે.
૨૨ માર્ચે છત્તીસગઢ હાઇકોર્ટે મહાદેવ બેટિંગ અપથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી દરમિયાન રવિ ઉપ્પલને હાજર થવા સમન્સ જારી કર્યુ હતું. જો કે રવિએ તેની વિરુદ્ધ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
રવિ ઉપ્પલની ૨૦૨૩માં દુબઇમાં ધરપકડ કરવામાં આવ હતી. ઇડી વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ કોર્ટમાં જણાવ્યું હતું કે રવિ દુબઇની જેલમાંથી ભાગી ગયો છે. જામીન અંગે સુપ્રીમે જણાવ્યું હતું કે યોગ્ય સમય આવવા પર અમે જામીન અંગે વિચાર કરીશું.ઉપ્પલની ડિસેમ્બર, ૨૦૨૩માં ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમે કેસની વધુ સુનાવણી ૧૪ નવેમ્બરે રાખી છે. એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ જણાવ્યું હતું કે નાણાકીય અપરાધમાં સંડોવાયેલા આરોપીઓ એવા દેશોમાં ભાગવાનો પ્રયત્ન કરે છે જ્યાં ભારતની તે દેશ સાથે પ્રત્યાર્પણ અંગે સમજૂતી થયેલી હોતી નથી. યુએઇ સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ થયેલી છે તેથી રવિ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ જેવા સ્થળોેએ ભાગી ગયો હોવાની શક્યતા છે કારણકે ભારતની તેની સાથે પ્રત્યાર્પણ સંધિ થયેલ નથી.

