Budget-2025: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં નાણામંત્રીએ મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરી છે.
બજેટ 2025માં મહિલાઓ માટે મોટી જાહેરાત
- સરકાર સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 10,000 કરોડના યોગદાન સાથે ભંડોળની વ્યવસ્થા કરશે
- પ્રથમ વખત સરકાર 5 લાખ મહિલાઓ, SC અને ST ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે
- મહિલાઓને કોઈપણ ગેરંટી વિના સરળ શરતો પર લોન મળશે. જેથી તેઓ તેમના નાના અને મધ્યમ સ્તરના વ્યવસાયો શરુ કરી શકે. સરકારની આ યોજના હેઠળ મહિલાઓને 5 વર્ષ માટે રૂ. 2 કરોડ સુધીની ટર્મ લોનની સુવિધા મળશે. તેનાથી 5 લાખ મહિલાઓને ફાયદો થશે
- મહિલાઓને તેમના સાહસોને વિસ્તૃત કરવા માટે ડિજિટલ ટ્રેનિંગ, માર્કેટિંગ સપોર્ટ અને સરકારી યોજનાઓ સાથે જોડાવા માટેની સુવિધા પણ આપવામાં આવશે


