આખરે આપણી પાસેથી ફાટેલી નોટ લઈને બેન્ક તેનું શું કરે છે? જાણો વિગતવાર

નવી દિલ્હી, તા. 25 માર્ચ 2023 શનિવાર
ઈન્ડિયન કરન્સી વિશે અમુક પ્રકારની હકીકત તમે વાંચી હશે અને તેની જાણકારી પણ હશે. આપણે એક વાત તો જાણીએ છીએ કે ઈન્ડિયામાં કાગળની નોટ હોય છે. ઘણીવાર એવુ થાય છે કે નોટ ફાટી જાય છે કે ઘણીવાર એટલી જૂની થઈ જાય છે કે તેને પાસે રાખવી પણ મુશ્કેલ થઈ જાય છે અને લોકો આવી નોટને લેવાની પણ ના પાડે છે. આવી નોટોને આપણે બેન્કમાંથી બદલી દઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે ફાટેલી નોટોનું બેન્ક શું કરે છે.
કોઈ પણ પ્રકારની ફાટેલી નોટ બદલી શકાય છે. સંપૂર્ણ રીતે જો કોઈ નોટ ફાટી ગઈ હોય અને બે ભાગ થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય છે. જો ફાટેલી નોટ કોઈ પણ બેન્કની બ્રાન્ચમાં લઈ જવામાં આવે અને તેના જો 3 ભાગ પણ થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય છે પરંતુ નોટ જેટલી ખરાબ હાલતમાં હશે તેની કિંમત તેટલી ઓછી થતી જશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નોટ રિફંડ નિયમ 2009 હેઠળ આ વિશે તમામ જાણકારી આપવામાં આવી છે.
જો તમારી પાસે 5,10,20,50 અને તેના બે થી વધુ ટુકડા થઈ ગયા હોય તો પણ તમારી પાસે નોટનો 50 ટકા ભાગ તો હોવો જોઈએ. તેમાંથી જ પૂરા પૈસા મળશે નહીં તો કંઈ પણ મળશે નહીં. જો કોઈ એક દિવસમાં 20થી વધુ ફાટેલી નોટ બદલવા ઈચ્છે છે કે પછી નોટોની કુલ વેલ્યુ 5000 રૂપિયાથી વધુ છે તો આ માટે ટ્રાન્ઝેક્શન ફી આપવી પડશે.
RBI તે નોટોને ટ્રેન્ડમાંથી હટાવી દે છે જે ફાટી ગઈ હોય. તેની જગ્યાએ એવી નોટોને છાપવાની જવાબદારી પણ RBIની જ હોય છે. જૂના સમયમાં આ નોટોને સળગાવી દેવામાં આવતી હતી અને વર્તમાન સમયમાં આના નાના-નાના પીસ કરીને રિસાયકલ કરવામાં આવે છે. આ નોટોમાંથી પછી કાગળની વસ્તુઓ બનાવવામાં આવે છે જેને માર્કેટમાં વેચવામાં પણ આવે છે.

