Get The App

ભારતના એવા 6 મંદિર કે જ્યાં દશેરાના દિવસે પાડવામાં આવે છે શોક, રાવણ દહન પર પણ પ્રતિબંધ

નવરાત્રી બાદ દસમા દિવસે રાવણ દહન કરીને દશેરા ઉજવવામાં આવે છે

પરંતુ ભારતમાં પણ એવા સ્થળ છે જ્યાં રાવણ દહન પર પ્રતિબંધ જોવા મળે છે

Updated: Oct 24th, 2023

GS TEAM

Google News
Google News
ભારતના એવા 6 મંદિર કે જ્યાં દશેરાના દિવસે પાડવામાં આવે છે શોક, રાવણ દહન પર પણ પ્રતિબંધ 1 - image


Vijaya Dashami 2023: દશેરા હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે દેશભરમાં વિવિધ પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ રાવણ પર ભગવાન રામના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો આ તહેવારને ખૂબ જ ભવ્યતા અને આનંદ સાથે ઉજવે છે. પરંપરા મુજબ, આ તહેવાર દરમિયાન રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળાનું દહન કરીને ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભારતમાં અમુક જગ્યાએ દશાનના દહનનો શોક મનાવવામાં આવે છે.  

શા માટે અમુક જગ્યાએ દશેરાએ શોક પાડવામાં આવે છે?

રાવણે સીતાહરણ કર્યું એ વાતતો બધાને ખબર જ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં રાવણ કેવો હતો તે તમે જાણો છો? તો જાણીએ શા માટે રાવણ દહન પર અમુક જગ્યાએ શોક પાડવામાં આવે છે. દશાનન રાવણ ભગવાન શિવનો પ્રખર ભક્ત, એક બ્રાહ્મણ હતો કે જેને આપણા ચાર વેદ અને છ શાસ્ત્રોનું ઘણું જ્ઞાન હતું. તેમજ એક મહાન યોદ્ધા, શિવ તાંડવ સ્તોત્રમના રચયિતા, નવ ગ્રહો પર સંપૂર્ણ નિયંત્રણ કરનાર, વીણાવાદક અને તેને ઘણા રાગની રચના કરનાર, વેદ અને શાસ્ત્રોનો જાણકાર, સારો શાસક, રાવણસંહિતાની રચના કરનાર, રાજનીતિનો જાણકાર, આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષના જાણકાર વગેરે જેવા ઘણા ગુણ તેનામાં હોવાથી તે મૂળ સ્વભાવે રાક્ષસ હોવા છતાં અમુક વર્ગ તેના સારા ગુણ જોઇને તેની પૂજા કરે છે અને દશેરાના દિવસે શોક પાળે છે. 

ભારતમાં આવેલા રાવણના 6 મંદિરો 

સમગ્ર ભારતમાં મોટા ભાગના લોકો ભગવાન રામના રાવણ પરના વિજયને ઉજવે છે અને ભગવાન રામની પૂજા કરતા હોય છે. પણ અમુક વર્ગ રાવણને આરાધ્ય માનીને તેની પૂજા કરતા હોય છે. જેથી ઘણી જગ્યાએ રાવણ દહન પર પ્રતિબંધ પણ છે. તો જાણીએ તેની પાછળનું કારણ અને કહાની...

મંદસૌરનો જમાઈ છે રાવણ  

મંદસૌર રાવણના પત્ની મંદોદરીનું જન્મસ્થળ છે. આથી ત્યાના નિવાસી રાવણને તેના જમાઈ માને છે અને જમાઈના મૃત્યુનું ખુશી ઉજવાતી નથી. આથી અહી રાવણ દહન કરવામાં આવતું નથી તેના બદલે દશેરાના દિવસે રાવણના મૃત્યનો અહીં શોક પાડવામાં આવે છે. અહી મંદસૌર નગરના ખાનપુરા ક્ષેત્રમાં રાવણ રૂંડી નામના સ્થળ પર રાવણનું મદિર છે જ્યાં તેની 35 ફૂટની મૂર્તિ પણ છે. 

બિસરખમાં થયો હતો તેનો જન્મ 

ઉત્તરપ્રદેશના બિસરખમાં રાવણનો જન્મ થયો હતો એવી માન્યતા છે. આથી આ ગામના લોકો રાવણને પોતાનો પૂર્વજ માને છે અને દશેરાના દિવસે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. રાવણના પિતા ઋષિ વિશ્રવ અને માતા રાક્ષસ કૈકેસી હતા. એવું પણ માનવામાં આવે છે કે રાવણના પિતા ઋષિ વિશ્રવે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી, તેમના માનમાં આ સ્થાનનું નામ તેમના નામ પરથી બિસરખ રાખવામાં આવ્યું હતું અને અહીંના રહેવાસીઓ રાવણને મહા બ્રાહ્મણ માને છે. આથી અહી રાવણ દહન થતું નથી. 

કાંગડામાં કરી હતી ભગવાન શિવની ઘોર તપસ્યા 

અહીંના લોકોની એવી માન્યતા છે કે રાવણે ઉત્તરાખંડના કાંગડામાં શિવનગરી નામથી પ્રખ્યાત બૈજનાથ વિસ્તાર છે. ભગવાન શિવની એક પગે ઉભા રહીને ઘોર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અહી શિવલિંગ પાસે એક પગનું નિશાન પણ છે એવું માનવામાં આવે છે. આથી અહીંના લોકો લંકેશને મહાદેવનો સૌથી મોટો ભક્ત માને છે અને તેનું સન્માન કરે છે. આથી અહી રાવણ દહન કરવામાં આવતું નથી. 

મંડોરમાં મનાવે છે રાવણના મૃત્યુનો શોક 

રાવણના મંદોદરી સાથે લગ્ન રાજસ્થાનના જોધપુરના મંડોરમાં થયા હતા, તેથી અહી રહેતા શ્રીમાળી સમુદાયના લોકો રાવણને પોતાનો વંશજ માને છે. જેથી રાવણ અને મંદોદરીની પૂજા કરે છે. આથી અહીના લોકો રાવણ દહનમાં ભાગ લેવાના બદલે શોક પાડે છે. 

ગડચિરોલીના આદિવાસી માને છે રાવણને દેવતા 

ગડચિરોલી, મહારાષ્ટ્રના ગોંડ જનજાતિના લોકો પોતાને રાવણના વંશજ માને છે. તેઓ રાવણની પૂજા કરે છે અને એવું માને છે કે માત્ર તુલસીદાસ રચિત રામાયણમાં જ રાવણને રાક્ષસ ચિતરવામાં આવ્યો છે. જે ખોટી વાત છે. આ કારણે અહી રાવણ દહન પર પ્રતિબંધ છે. આ ઉપરાંત દર વર્ષે હોળી પર અ લોકો રાવણ પુત્ર  મેઘનાદની પૂજા પણ કરે છે. 

માંડ્યામાં પૂજાય છે રાવણ 

માંડ્યાના લોકોનું માનવું છે કે તે એક શિવ ભક્ત હતો આથી તેનું દહન કરવાને બદલે તેની પૂજા કરવી જોઈએ. આથી ત્યાં રાવણની પૂજા કરવામાં આવે છે અને રાવણની સાથે શિવની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવે છે.

ભારતના એવા 6 મંદિર કે જ્યાં દશેરાના દિવસે પાડવામાં આવે છે શોક, રાવણ દહન પર પણ પ્રતિબંધ 2 - image

Tags :