Get The App

Air Force Day: વાયુસેનામાં મહિલા અગ્નિવીરોની ભરતી કરાશે, IAF ચીફનુ એલાન

Updated: Oct 8th, 2022

GS TEAM

Google News
Google News

Air Force Day: વાયુસેનામાં મહિલા અગ્નિવીરોની ભરતી કરાશે, IAF ચીફનુ એલાન 1 - image

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર 2022 શનિવાર

સમગ્ર દેશમાં આજે વાયુસેના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે બે મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એલાન એ છે કે ભારતીય વાયુસેનામાં એક નવી 'વેપન સિસ્ટમ બ્રાંચ'ને બનાવવામાં આવશે. આ સિવાય બીજુ એલાન એ કરવામાં આવ્યુ છે કે આગામી વર્ષથી મહિલા અગ્નિવીરોને ઈન્ડિયન એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. 

એર ફોર્સ ડેના અવસરે શનિવારે ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ આ બંને એલાન કર્યા છે. ચંદીગઢમાં વાયુસેના દિવસના અવસરે ફુલ ડે રિહર્સલ કરવામાં આવી રહ્યુ છે. 

ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ એલાન કર્યુ કે સરકારે IAF અધિકારીઓ માટે વેપન સિસ્ટમ બ્રાન્ચને બનાવવાની મંજૂરી આપી. ભારતની આઝાદી બાદ આ પહેલી તક છે જ્યારે એક નવી ઓપરેશનલ બ્રાન્ચને બનાવવામાં આવશે. વાયુસેના પ્રમુખ દ્વારા આ એલાન એરફોર્સ ડે ના અવસરે કરવામાં આવશે. 

એર ચીફ માર્શલે કહ્યુ કે આ બ્રાન્ચ અનિવાર્ય રીતે એરફોર્સના તમામ પ્રકારના લેટેસ્ટ વેપન સિસ્ટમને હેન્ડલ કરશે. આનાથી 3400 કરોડ રૂપિયા બચાવવામાં આવશે. તેમણે કહ્યુ કે વાયુસેના આગામી વર્ષે મહિલા અગ્નિવીરોને સામેલ કરવાનુ આયોજન કરી રહી છે.

Tags :