વર્લ્ડ ફાધર્સ ડે પર ગુગલે બનાવ્યુ ખાસ ડુડલ, વર્ચ્યુઅલ કાર્ડ બનાવી આ રીતે કરો વિશ
નવી દિલ્હી, તા.21 જુન 2020, રવિવાર
આજનો દિવસ દુનિયાભરના પિતા માટે ખાસ છે કારણ આજે વર્લ્ડ ફાધર્સ ડે છે. આ ખાસ ડે પર લોકો પોત-પોતાની રીતે ઉજવણી કરે છે. આ ઉજવણીમા ગુગલે પણ વિશ્વભરના પિતાઓ માટે સ્પેશ્યલ ડુડલ બનાવ્યુ છે.
આ ડુડલ તમને એ બાળપણના દિવસોની યાદ અપાવશે જ્યારે, તમે કેટલાક રંગબેરંગી કાગળ, કલર અને ડિઝાઇન વડે ગ્રિટીંગ કાર્ડ બનાવતા હતા. ડુડલ આ વખતે તમને એવુ જ એક કાર્ડ બનાવવાની યાદ અપાવે છે, પરંતુ હવે ફરક એટલો છે કે કાર્ડ ડિઝિટલ બની ગયા છે.
ગુગલે આ વખતના ડુડલ દ્વારા તમને ફાધર્સ ડે પર તમારા પિતા માટે ડિજીટલ કાર્ડ બનાવવાનો અવસર આપ્યો છે. જેવુ તમે ડુડલ પર ક્લિક કરશો તેવુ તમને ગુગલ લેટર્સ જોવા મળશે. તમને એક નાનો વિન્ડો જોવા મળશે. જેમા કાર્ડ બનાવવા માટે કેટલીક ડિઝાઇન જોવા મળશે. તમે કોઇ પણ ડિઝાઇન નક્કી કરીને ખાલી કાર્ડ પર મુકીને બનાવી શકશો.
એક વખત પુરૂ કાર્ડ બની જશે ત્યાર બાદ તમે તેને સેન્ડ ઓપશન પર ક્લિક કરીને તેને ઇમેઇલના માધ્યમથી સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા પોતાના પપ્પાને મોકલી શકો છો. તમે અત્યારે જ ડુડલ બનાવીને તમારા પપ્પાને મોકલીને જણાવી શકો છો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.
ઉલ્લેખનીય છે કે, ઇ.સ. 1909મા સોનેરા લુઇશ સ્માર્ટ ડોડ નામની છોકરીએ તેના પિતાના નામે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. સોનેરાએ 1909મા મધર્સ ડેનુ સાંભળ્યુ હતુ અને તેને લાગ્યુ કે પપ્પા માટે પણ એક ખાસ દિવસ હોવો જોઇએ. તેના માટે તેણે એક અરજી દાખલ કરી. તેણે ફાધર્સ ડે માટે યુએસ સુધી કેમ્પેઇન કર્યુ અને પહેલી વાર વર્ષ 1910મા ફાધર્સ ડે મનાવવામા આવ્યો.