Get The App

પ્રધાન મંત્રી કિસાન સન્માન નીધિ યોજનાના દિશાનિર્દેશ જારી

આવકવેરો ભરનારા, નિવૃત્ત કે સરકારી કર્મચારીઓને રૃ. ૬૦૦૦ નહીં મળે

સાંસદો, ધારાસભ્યો, ડોકટર, સીએ, વકીલને પણ આ યોજનાનો લાભ મળશે નહીં

Updated: Feb 7th, 2019

GS TEAM

Google News
Google News


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭પ્રધાન મંત્રી કિસાન સન્માન નીધિ યોજનાના દિશાનિર્દેશ જારી 1 - image

આવકવેરો ભરનારા, નિવૃત્ત કે કાર્યરત સરકારી કર્મચારીઓ,વર્તમાન કે પૂર્વ સાસંદો અને ધારાસભ્યો અને પ્રધાનોને બજેટમાં નાના ખેડૂતો માટે જાહેર કરાયેલ વાર્ષિક ૬૦૦૦ રૃપિયાની નાણાકીય સહાયની યોજનાનો લાભ આપવામાં આવશે નહીં. 

આ જ રીતે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ અને આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલો અને તેમના પરિવારજનોને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

૭૫૦૦૦ કરોડ રૃપિયાની પ્રધાન મંત્રી કિસાન સન્માન નીધિ અંગેના દિશાનિર્દેશ જારી કરતા કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે ર હેક્ટરની જમીન મર્યાદામાં પતિ, પત્ની અને સગીર બાળકોના નામે ખરીદેલી જમીન પણ સામેલ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે પહેલી ફેબુ્રઆરીએ જારી કરાયેલા વચગાળાના બજેટમાં નાણા પ્રધાન પિયૂષ ગોયલે જાહેરાત કરી હતી કે ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ૬૦૦૦ રૃપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. 

Tags :