300 વર્ષથી ગૌ-પાલન કરતો અનોખો પરિવાર, આજસુધી કોઈએ નથી કરી નોકરી, દૂધની આવકથી ચાલે છે ગુજરાન
હાલમાં 30 ગાયોનું પાલનપોષણ કરી રહ્યા છે પરિવાર
ગાયના દુધની આવકમાંથી તેમજ ખેતીની આવકમાંથી જીવનનિર્વાહ ચલાવે છે
Image Freepic |
તા. 18 ઓગસ્ટ 2023, શુક્રવાર
ભારતના ગામડાઓમાં વસતા લોકોની આવક અને જીવન નિર્વાહનું મુખ્ય સાધન પશુપાલન અને ખેતી પર આધારિત હોય છે. આજે પણ ગામડાના લોકો પેઢીઓની પેઢીઓ આ કામ સાથે જોડાયેલી છે. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં શિક્ષણ અને ટેકનોલોજીના સમયમાં રોજગારી માટે લોકો નવા નવા અવસરોના કારણે લોકો પશુપાલન અને ખેતી કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ આજે એવા પરિવારની વાત કરવી છે કે જે તેમની પશુપાલનની પરંપરાને આજે પણ નીભાવી રહ્યા છે.
300 વર્ષથી ગાયોનું પાલન પોષણ કરી રહ્યો છે આ પરિવાર
રાજસ્થાનના જયપુરથી 50 કિલોમીટર દુર અભયપુરા ગામ આવેલું છે. આ ગામમાં નાથ પરિવાર છેલ્લા 300 વર્ષથી વધારે સમયથી ગૌપાલન કરી રહ્યા છે. આ પરિવારના માંગીલાલ નાથ આજે પણ ગાયો સાથે જોડાઈને કામ કરી રહ્યા છે.
હાલમાં 30 ગાયનું પાલનપોષણ કરી રહ્યા છે
નાથ પરિવારના કહેવા પ્રમાણે હાલમાં તેમની પાસે 30 ગાયો છે, અને રોજ સવારે 9 વાગ્યે જંગલમાં ચરવા લઈ જવામાં આવે છે અને સાંજે ઘરે પરત લાવી દેવામાં આવે છે. આ ઉપરાંત ખેતીનું કામ પણ કરે છે. તે કહે છે કે તેમના પરિવારમાથી કોઈ નોકરી નથી કરતા બસ ગાયના દુધની આવકમાંથી તેમજ ખેતીની આવકમાંથી જીવનનિર્વાહ ચલાવે છે. તેમના કહેવા પ્રમાણે રોજ 70 કિલો દુધ આપે છે. જે ડેરીમા તેમજ છુટક રીતે વેચીને સમગ્ર પરિવારનું ભણ પોષણ કરવામાં આવે છે.