India

સામંથા, તમન્ના અને રકુલપ્રીતના નામવાળી ફેક વોટર લિસ્ટ વાઈરલ થતાં કેસ નોંધાયો, તપાસ શરૂ

By GS TEAM
18 Oct 20252 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા પર હૈદરાબાદની એક નકલી મતદાર યાદી સામે આવી છે, જેમાં ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ, તમન્ના ભાટિયા અને રકુલ પ્રીત સિંહના નામ અને ફોટો સામેલ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, વાઈરસ વોટર યાદીમાં દર્શાવવામાં આવેલા નામ અને ફોટો ડૉક્ટર્ડ અને નકલી વોટર આઈડી સાથે છેડછાડ કરીને બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મધુરા નગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સામંથા, તમન્ના અને રકુલપ્રીતના નામવાળી ફેક વોટર લિસ્ટ વાઈરલ થતાં કેસ નોંધાયો, તપાસ શરૂ

Image: X



Hyderabad Fake Voter List: સોશિયલ મીડિયા પર હૈદરાબાદની એક નકલી મતદાર યાદી સામે આવી છે, જેમાં ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ, તમન્ના ભાટિયા અને રકુલ પ્રીત સિંહના નામ અને ફોટો સામેલ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, વાઈરસ વોટર યાદીમાં દર્શાવવામાં આવેલા નામ અને ફોટો ડૉક્ટર્ડ અને નકલી વોટર આઈડી સાથે છેડછાડ કરીને બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મધુરા નગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ બિહારમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સંભાળશે મોરચો, કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

નકલી વોટર આઈડી અને ફોટોનો ઉપયોગ

સહાયક ચૂંટણી નોંધણી અધિકારી સૈયદ યાહિયા કમાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, વાઈરલ પોસ્ટમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે, એક્ટ્રેસ હૈદરાબાદમાં એક જ સરનામાં પર રજિસ્ટર્ડ મતદાર છે. આ સાથે તેમણે મતદાન ઓળખ પત્ર (IPIC) નંબર સાથે પણ છેડછાટ કરી હતી. આ સત્તાવાર ચૂંટણી માહિતીનો ઈરાદાપૂર્વક દુરૂપયોગ અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોવાનું જણાય છે. 

કાયદાકીય કાર્યવાહી

ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમક 336(4), 353(1)(C) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પોસ્ટના સ્ત્રોતથી જાણકારી મેળવી અને તેને પ્રસારિત કરનારની ઓળખ કરી તેને શોધવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. 

આ પણ વાંચોઃ અમદાવાદની 400 વર્ષ જૂની માંચા મસ્જિદને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, અરજી ફગાવી

અમુક લોકો ખોટી માહિતી ફેલાવે છે...

ગ્રેટર હૈદરાબાદ નગર પાલિકા (GHMC)એ પણ ચેતવણી આપી કે, પુષ્ટિ કર્યા વિના જાણકારી શેર કરવી અથવા ફોરવર્ડ કરવા પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. અમુક લોકો ખોટી જાણકારી ફેલાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે, ફિલ્મ કલાકારોને સુધારેલા ફોટોગ્રાફ્સ અને નકલી EPIC નંબરો સાથે મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ મતદારોને ચૂંટણી પંચના સત્તાવાર પ્લેટફોર્મ પરથી મળેલી ચકાસાયેલ માહિતી પર જ વિશ્વાસ કરવાની અપીલ કરી છે.