India

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં 'સફેદ ઝેર'નો આતંક

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
Fake Milk Horror in Andhra Pradesh: આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લામાં નકલી દૂધના કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ત્રણ લોકોની હાલત હજુ પણ ગંભીર છે. ફેબ્રુઆરી મહિનાથી નકલી દૂધની ફરિયાદો મળતી હતી અને એક બાદ એક 16 લોકોના મોત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં 'સફેદ ઝેર'નો આતંક

Fake Milk Horror in Andhra Pradesh: આંધ્ર પ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં નકલી દૂધના કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ત્રણ લોકોની હાલત હજુ પણ ગંભીર છે. ફેબ્રુઆરી મહિનાથી નકલી દૂધની ફરિયાદો મળતી હતી અને એક બાદ એક 16 લોકોના મોત થયા. 

ફેબ્રુઆરી મહિનામાં જ મળી હતી નકલી દૂધની ફરિયાદ 

ગઈ 22 ફેબ્રુઆરીએ નકલી દૂધ મામલે ફરિયાદો મળી હતી. જે બાદ તપાસમાં જાણવા મળ્યું કે સ્થાનિક ડેરી યુનિટને સપ્લાય કરવામાં આવેલું દૂધ ઝેરી અને દૂષિત હતું. નકલી દૂધ પીવાના કારણે 20થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ હતા. સમગ્ર મામલે મોતનો આંકડો વધીને 16 પહોંચ્યો છે જ્યારે ત્રણ દર્દી હજુ ગંભીર હાલતમાં ICUમાં દાખલ છે. 

16ના મોત, 3 દર્દી ICUમાં 

નરસાપુરમ ગામમાં ડેરી યુનિટથી 100થી વધુ પરિવારોએ દૂધ લઈને પીધું. જે બાદ શરીરમાં બીમારીના લક્ષણો દેખાવા લાગ્યા હતા. કેટલાક દર્દીઓને તો ડાયાલિસીસ અને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે. આરોગ્ય વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે દૂધમાં એથિલિન ગ્લાઈકોલ મિલાવવામાં આવ્યું હતું, જે કિડનીને ગંભીર રીતે ક્ષતિ પહોંચાડે છે. ઘટના બાદ દૂધની સપ્લાય પર રોક લગાવવામાં આવી અને પ્રભાવિત ક્ષેત્રોમાં ડોર ટુ ડોર સરવે હાથ ધરવામાં આવ્યો. 

સમગ્ર મામલે શંકાસ્પદ દૂધ વેપારીની ધરપકડ કરવામાં આવી છે. ડેરી યુનિટમાંથી દૂધ, દહીં, ઘી તથા પશુઓના ઘાસચારા તથા પાણીની પણ તપાસ કરવામાં આવી છે. પોલીસે અપ્રાકૃતિક મોતની ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે. હૈદરાબાદના આરોગ્ય અધિકારીની દેખરેખમાં ટીમો ઘરે ઘરે જઈને સરવે કરી રહી છે. જેના કારણે અનેક પરિવારોમાં દહેશતનો માહોલ છે.