Get The App

ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી 1 - image


- દિલ્હી, નોઇડા, પુણેમાં અનેક ફેક કોલ સેન્ટર ઝડપાયા

- પકડાયેલી ગેંગ દ્વારા ટેક્નિકલ સહાય આપવાના બહાને છેતરપિંડી થતી હતી, અગાઉ સીબીઆઇ પણ કેસ દાખલ કરી ચૂકી છે

નવી દિલ્હી : ભારતમાં સક્રિય બનાવટી કોલ સેન્ટરો દ્વારા વિદેશમાં નાગરિકો સાથે છેતરપિંડી કરવાનું મોટું રેકેટ ઝડપાયું છે. ખાસ કરીને અમેરિકાના નાગરિકોને નિશાન બનાવવા ચાલતા કોલ સેન્ટરોનો રાફડો ફાડયો છે. જેને રોકવા માટે હવે કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય થઇ ગઇ છે. તપાસ એજન્સી ઇડીએ સાઇબર ઠગીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આશરે ૧૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે વિવિધ સ્થળે દરોડા પાડયા હતા. 

દિલ્હી અને ગુરુગ્રામમાં આરોપીના આશરે સાત જેટલા સ્થળો પર ઇડીની ટીમ ત્રાટકી હતી, આ પહેલા આ જ મામલામાં સીબીઆઇ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. જાણકારી મુજબ કેટલાક યુવાઓએ મળીને અમેરિકી નાગરિકો પાસેથી બેથી ત્રણ વર્ષ દરમિયાન ૧૫ મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે ૧૩૦ કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હતી. 

ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે ત્રણ યુવકો આ સમગ્ર રેકેટના મુખ્ય આરોપીઓ છે જેમના નામ અર્જુન ગુલાટી, દિવ્યાંશ ગોયલ અને અભિનવ કાલરા છે. તેઓ નોઇડા અને ગુરુગ્રામમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવી રહ્યા હતા. આ કોલ સેન્ટરો ટેક્નીકલ સહાયતા આપવાના બહાને અમેરિકી નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા.

 આરોપીઓ પીડિતોના બેંક ખાતા સુધી ગેરકાયદે પહોંચતા હતા અને પછી રૂપિયા વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતા બાદમાં જટિલ દેનદેનના માધ્યમથી આ રૂપિયા ભારત પહોંચી જતા હતા. તાજેતરમાં પુણે પોલીસે પણ મોટા સાયબર અપરાધનો પર્દાફાશ કર્યો હતો અને એક બનાવટી કોલ સેન્ટરની પોલ ખોલી હતી. આ સેન્ટર દ્વારા પણ હજારો અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરાઇ હતી.  

ટ્રમ્પ તંત્ર વિદેશીઓ પાસેથી ડોલર પડાવવામાં વ્યસ્ત!

અમેરિકામાં વર્ક પરમિટ મેળવવા વિદેશીઓ પર ફી લાદવામાં આવી

- અગાઉ વર્ક પરમિટ માટે નકારવામાં આવેલા વિદેશીઓ પણ ફી ભરીને નવેસરથી વર્ક પરમિટ મેળવી શકશે

નવી દિલ્હી : અમેરિકાએ ખાસ પ્રકારના ઇમિગ્રન્ટ્સ માટે નવી ફી લાગુ કરી છે. આ ફી એવા ઇમિગ્રન્ટ્સને લાગુ પડશે જેમણે અગાઉ દેશમાં કામ કરવા માટે ના પાડી દેવામાં આવી હતી. હવે તેઓ ફી ચૂકવીને કામ કરી શકશે. આમ આ માટેનું ફોર્મ આ પ્રકારના ઇમિગ્રન્ટ્સે ભર્યું હશે તો તે જરુરી ફી સાથે ભરવું પડશે, જો તેઓએ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ફી વગર ફોર્મ ભર્યુ હશે તો યુએસસીઆઈએસ દ્વારા નકારવામાં આવશે. 

અમેરિકામાં કામ કરવાનું શરૂ કરવા માટે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટની જરૂર હોય છે. અમેરિકન કંપનીઓની જવાબદારી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે તેને ત્યાં કામ કરતાં કર્મચારીઓ ભલે ગમે તેશના હોય તે ઇએડીની મંજૂરીનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો જ તેને કામ પર રાખવામાં આવે. 

આ માટેનું ફોર્મ આઇ-૭૬૫ ફાઇલ કરવાની ફી ઓનલાઇન ભરો તો ૪૭૦ ડોલર અને પેપર સ્વરૂપમાં ભરો તો ૫૨૦ ડોલર છે. આ નિયમો હેઠળ આશ્રય લેનારા, પેરોલી અને ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (ટીપીએસ) કેટેગરીઓને નવા નિયમ હેઠળ રાહત આપવામાં આવી હતી. હવે તેઓએ પણ આ ફી ચૂકવવી પડશે.  આ કેટેગરીમા આવતા લોકોએ પણ હવે ઇએડી અરજી માટે ૫૫૦ ડોલર ચૂકવવા પડશે અને તેના રીન્યુઅલ કે એક્સ્ટેન્શન માટે ૨૭૫ ડોલર ચૂકવવા પડશે.

આ ઉપરાંત આશ્રય માટે ફોર્મ આઇ-૫૮૯ ભરનારાઓએ ૧૦૦ ડોલરની ફી ચૂકવવી પડશે.

તેઓએ તેમની આશ્રયની અરજી જેટલા વર્ષો સુધી પેન્ડિંગ રહે ત્યાં સુધી દર વર્ષે ૧૦૦ ડોલરની ફી ચૂકવવી પડશે. જો તેઓ પેન્ડિંગ અરજીની ફી ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમની અરજી રદ થશે. 

Tags :