Get The App

ફેક રાજદૂત હર્ષવર્ધને 10 વર્ષમાં 162 વિદેશ પ્રવાસ કર્યા, સૌથી વધુ આ મુસ્લિમ દેશની મુલાકાત લીધી

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
Harshvardhan Jain
(IMAGE - IANS)

Harshvardhan Jain Fake Embassy Scam: ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ ચલાવવા બદલ ધરપકડ કરાયેલા હર્ષવર્ધન જૈન છેલ્લા 10 વર્ષમાં 162 વાર વિદેશ પ્રવાસે ગયો હતો. તેણે ત્યાં કંપનીઓ બનાવી અને તેનો ઉપયોગ દલાલી માટે કર્યો. આ કેસનો પર્દાફાશ કરનાર નોઈડા STF(સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ના અધિકારીઓનું કહેવું છે કે તે હવાલા અને લાયઝનિંગના ધંધાનો મોટો ખેલાડી છે. તેના કૌભાંડના હજુ ઘણા ખુલાસા થવાના બાકી છે.

હર્ષવર્ધન જૈનનું ઇન્ટરનેશનલ કનેક્શન

STF અનુસાર, હર્ષવર્ધન જૈન તાંત્રિક ગુરુ ચંદ્રસ્વામીના ઇન્ટરનેશનલ નેટવર્કનો ઉપયોગ પોતાના ધંધા માટે કરતો હતો. ચંદ્રસ્વામીએ જ તેને આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કર અદનાન ખશોગી સાથે મુલાકાત કરાવી હતી. આ સિવાય પણ તે વિદેશમાં અનેક મોટા અને જાણીતા લોકો સાથે ચંદ્રસ્વામી મારફતે મળ્યો હતો. STFની ટીમ તે મુલાકાતોની વિગતો પણ એકઠી કરી રહી છે.

વર્ષ 2000માં હર્ષવર્ધન જૈન ચંદ્રસ્વામીના સંપર્કમાં આવ્યો. ચંદ્રસ્વામીએ લંડનમાં હર્ષવર્ધનની મુલાકાત અદનાન અને અહેસાન સાથે કરાવી. અહેસાન સાથે મળીને હર્ષવર્ધને લંડનમાં એક ડઝનથી વધુ કંપનીઓ બનાવી, જેનો ઉપયોગ દલાલીમાં કરતો. વર્ષ 2006માં હર્ષવર્ધન દુબઈ જઈને વસ્યો. દુબઈમાં હર્ષવર્ધનની મુલાકાત શફીક અને ઈબ્રાહિમ સાથે થઈ. શફીક અને ઈબ્રાહિમ સાથે મળીને હર્ષવર્ધને દુબઈમાં પણ ઘણી કંપનીઓ બનાવી. આ ઉપરાંત તેણે અન્ય દેશોમાં પણ કંપનીઓ બનાવી.

હર્ષવર્ધને 10 વર્ષમાં 162 વખત વિદેશ યાત્રા કરી

STF અધિકારીઓએ હર્ષવર્ધનની વિદેશ યાત્રાઓ વિશે પણ માહિતી એકઠી કરી છે. પાસપોર્ટના રેકોર્ડ અનુસાર, 2005 થી 2015 દરમિયાન 10 વર્ષમાં તેણે કુલ 162 વખત વિદેશ યાત્રા કરી. આ સમયગાળામાં તે 19 દેશોમાં ગયો હતો. તે સૌથી વધુ 54 વખત UAE ગયો હતો, અને 22 વખત યુકેની યાત્રા કરી હતી.

હર્ષવર્ધનને રિમાન્ડ પર લેવાની તૈયારી 

STF હવે હર્ષવર્ધનને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે. અધિકારીઓનું માનવું છે કે રિમાન્ડ પર પૂછપરછ દરમિયાન હર્ષવર્ધન હવાલા કૌભાંડ અને અન્ય કૌભાંડોના અનેક મોટા રહસ્યો ખુલશે અને પુરાવા પણ મળશે. તેને રિમાન્ડ પર લેવા માટે કોર્ટમાં અરજી આપવામાં આવી છે, જેના પર સોમવારે સુનાવણી થશે.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ તંત્રની નિષ્ફળતા, સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જાહેર કરી

25થી વધુ કંપનીઓ અને 20 બેન્ક ખાતાની વિગતો મળી

આ કેસની તપાસ દરમિયાન STFને અત્યાર સુધીમાં 25થી વધુ કંપનીઓ વિશે માહિતી મળી છે, જેનો ડેટા હર્ષવર્ધન પાસે હતો. આ કંપનીઓ દ્વારા તે શું કામ કરતો હતો અને તેમને શું ફાયદો થતો હતો, તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત તે દેશ-વિદેશમાં 20થી વધુ બેન્ક ખાતા(8 દુબઈમાં, 3 યુકેમાં, 1 મોરેશિયસમાં અને 8 ભારતમાં)નો ઉપયોગ કરતો હતો. આ બેન્ક ખાતાઓમાં થયેલા વ્યવહારો અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ફેક રાજદૂત હર્ષવર્ધને 10 વર્ષમાં 162 વિદેશ પ્રવાસ કર્યા, સૌથી વધુ આ મુસ્લિમ દેશની મુલાકાત લીધી 2 - image

<
Tags :