India

PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો

By GS TEAM
11 Dec 20252 mins read
TukuTouch Logo
ભારતીય જનતા પાર્ટી(BJP)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ(પાર્ટી પ્રમુખ)ને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2029માં યોજાનારી લોકસભાની ચૂંટણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડવામાં આવશે. આ નિવેદન સાથે તેમણે પોતાના વડાપ્રધાન પદના સંભવિત ઉત્તરાધિકારી અને અધ્યક્ષ પદની રેસમાં હોવાની ચર્ચાઓ પર પણ પૂર્ણવિરામ મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો

Fadnavis response on PM Modi Successor: ભારતીય જનતા પાર્ટી(BJP)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ(પાર્ટી પ્રમુખ)ને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2029માં યોજાનારી લોકસભાની ચૂંટણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડવામાં આવશે. આ નિવેદન સાથે તેમણે પોતાના વડાપ્રધાન પદના સંભવિત ઉત્તરાધિકારી અને અધ્યક્ષ પદની રેસમાં હોવાની ચર્ચાઓ પર પણ પૂર્ણવિરામ મૂક્યો છે.

2029માં પણ PM મોદી જ નેતા: દેવેન્દ્ર ફડણવીસ

એક કાર્યક્રમમાં સીએમ ફડણવીસને પીએમ મોદીના સંભવિત ઉત્તરાધિકારી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે હતું કે, 'કોઈ બીજાનું નામ વિચારવાની જરૂર નથી. પીએમ મોદી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેઓ કોઈ 40 વર્ષના વ્યક્તિ કરતાં પણ વધુ મહેનત કરે છે. તેઓ દિવસમાં 17 કલાકથી વધુ કામ કરે છે તેમ છતાં મિટિંગ દરમિયાન ક્યારેય એક બગાસું પણ ખાતા નથી.'

ફડણવીસે ભારપૂર્વક કહ્યું કે, 'જ્યાં સુધી તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે, ત્યાં સુધી તેમના સિવાય કોઈ અન્યને જોવાનો સવાલ જ પેદા થતો નથી. તેઓ 2029માં પણ અમારા નેતા રહેશે.' આ સાથે જ, ફડણવીસે પાર્ટી અધ્યક્ષ પદની રેસમાં પોતાનું નામ હોવાની ચર્ચાઓને પણ એક રીતે નકારી કાઢી છે.

કોંગ્રેસના નેતાના 'મરાઠી PM' અંગેના નિવેદન પર ચર્ચા

કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ગયા સપ્તાહે અમેરિકામાં મોટો મુદ્દો બનેલી એપસ્ટીન ફાઇલ્સને લઈને ટિપ્પણી કરી હતી. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'જો તે દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી સામે આવશે, તો તેની અસર ભારતીય રાજકારણમાં પણ જોવા મળી શકે છે અને તેના પરિણામે કોઈ મરાઠી વ્યક્તિ વડાપ્રધાન બને તેવી શક્યતાઓ ઊભી થઈ શકે છે.'

પૃથ્વીરાજ ચવ્હાણના આ નિવેદનને દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ ફડણવીસે પોતાના નિવેદનથી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે.

આ પણ વાંચો: દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બૅન 500-1000ની નોટના ઘણા બંડલ મળ્યાં, ચારની ધરપકડ

અધ્યક્ષ પદની ચૂંટણી: રહસ્ય અકબંધ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ક્યારે યોજાશે, તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. જોકે, કેટલાક સમય પહેલાં સુધી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે અધ્યક્ષ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ચાલી રહ્યું છે. ફડણવીસ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નામની પણ અટકળો ચાલી રહી છે.

જોકે, ફડણવીસના નિવેદન બાદ હવે ભાજપની નીતિ અને આગામી ચૂંટણીઓમાં પીએમ મોદીનું નેતૃત્વ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.