Get The App

Fact Check: ભગવાન રામના ફોટોવાળી 500 રૂપિયાની નવી નોટ થશે લોન્ચ! જાણો વાયરલ મેસેજનું સત્ય

Updated: Jan 17th, 2024

GS TEAM


Google News
Google News
Fact Check: ભગવાન રામના ફોટોવાળી 500 રૂપિયાની નવી નોટ થશે લોન્ચ! જાણો વાયરલ મેસેજનું સત્ય 1 - image


નવી દિલ્હી,તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે ભગવાન શ્રી રામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના ચિત્રો સાથે રૂ. 500 ની નોટોની નવી શ્રેણી જારી કરવા જઈ રહી છે?  શું RBI ભગવાન શ્રી રામ અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીરોવાળી 500 રૂપિયાની નોટ જારી કરશે? 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ ફોટોમાં 500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીરની જગ્યાએ ભગવાન શ્રી રામનો ફોટો છે. લાલ કિલ્લાના સ્થાને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ફોટો છે. ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

શું આરબીઆઈ નવી સિરીઝની નોટો જારી કરી રહી છે?

આ વાયરલ થઇ રહેલી નોટ અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા કોઈ માહિતી સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભગવાન શ્રી રામની તસેવીરો સાથે વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટ નકલી છે. બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત અને વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વની રાણાએ જણાવ્યું હતું કે, આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે, RBI દ્વારા કોઈ ઘોષણા કરવામા આવી નથી. આ ફેક ન્યૂઝ છે. RBI આવી કોઈ નવી રૂ. 500 સિરીઝની નોટ જારી કરશે નહીં.

RBI પહેલા જ આ વાતને નકારી ચૂકી છે

આ પહેલીવાર નથી કે, જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ કોઈ અન્ય તસવીર સાથે 500 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હોય. જૂન 2022 માં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આરબીઆઈ વર્તમાન ચલણ અને બેંક નોટોમાં મહાત્મા ગાંધીની તસવીરને બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઈલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામની તસવીરોવાળી નોટોની નવી સીરીજ છાપવાનું વિચારી રહી છે. જે બાદ આરબીઆઈએ આ સમાચારને નકારવા આગળ આવવું પડ્યું હતું. ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે, આવો કોઈ પ્રસ્તાવ આરબીઆઈ સમક્ષ નથી.

Tags :