mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મનીષ સિસોદિયાના 4 માર્ચ સુધીના CBI રિમાન્ડ મંજૂર, AAPના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન

CBIએ 8 કલાક પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી

CBIએ 5 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી

Updated: Feb 27th, 2023

મનીષ સિસોદિયાના 4 માર્ચ સુધીના CBI રિમાન્ડ મંજૂર, AAPના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન 1 - image


ગઈકાલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ કરાયા બાદ CBIએ ધરપકડ કરી લીધી હતી. જે બાદ આજે  મનીષ સિસોદિયાને થોડી વારમાં કોર્ટમાં રજુ કરાયા હતા. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે મનીષ સિસોદિયાના 4 માર્ચ સુધીના CBI રિમાન્ડ મંજૂર કર્યા છે. સોદિયાની ધરપકડ થયા બાદ દેશ વ્યાપી AAPના કાર્યકર્તા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. CBI 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. 

સાંસદ સંજય  સિંહના ભાજપ પર પ્રહાર 
સિસોદિયાની અટકાયતના વિરોધમાં AAP સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી સરકાર અદાણીનું કામ કરી રહી છે. અદાણીએ લાખો કરોડનું કૌભાંડ કર્યું પણ CBI અને EDએ તેની સામે કોઈ પગલાં લીધાં નહીં. આ મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપે જાણી જોઈને સિસોદિયાની ધરપકડ કરી છે. તેમની ધરપકડ એક રાજકીય કાવતરું છે.

BJP સાંસદે અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો આપ્યો જવાબ
સિસોદિયાની ધરપકડને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા BJP સાંસદે કહ્યું કે, કેજરીવાલ-સિસોદિયા લોકોને છેતરી શકે પરંતુ ભગવાનને નહીં. દિલ્હીની જનતાની વેદના તેમની ધરપકડની આ સ્થિતિનું કારણ બની  છે.

સિસોદિયા વિરુધ શું હતા આરોપ?
મનીષ સિસોદિયા પર દારૂની દુકાનોનું લાયસન્સ લેનારાઓને ફાયદો પહોચાડવાનો આરોપ લાગ્યા, તેમની પર વિદેશી દારૂની કિંમતમાં બદલાવ કરી અને બીયરથી આયાત શુલ્ક હટાવવાનો આરોપ છે, જેને કારણે વિદેશી દારૂ અને બીયર સસ્તી થઇ ગઇ હતી.  સિસોદિયા પર 144.36 કરોડ રૂપિયાની લાયસન્સ ફી માફ કરવાનો પણ આરોપ છે.

Gujarat