'આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના...' પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra News: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુના નિવેદન પર મોટો વિવાદ ઊભો થયો છે. તેમણે ખેડૂતોને આત્મહત્યા કરવાને બદલે ધારાસભ્યને 'કાપી નાખવા કે મારી નાખવા'ની સલાહ આપી છે. મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે આ ટિપ્પણીની સખત ટીકા કરી છે અને તેમને ખેડૂતોને ઉશ્કેરવાનું ટાળવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ EPFOના આવા નિયમ ખાતાધારકોને નથી મંજૂર! 100% PF ઉપાડનો નિયમ ગણાવે છે ભ્રામક
ધારાસભ્યનું વિવાદિત નિવેદન
પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુ અમરાવતી જિલ્લામાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ખેડૂતોને કહ્યું કે, જો તેઓ ઈચ્છતા હોય કે સરકાર તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવે, તો તેમણે પોતાનો જીવ લેવાને બદલે હિંસક રીતે ધારાસભ્યોને નિશાન બનાવવા જોઈએ. તેમણે કહ્યું કે, "આત્મહત્યા શા માટે કરવી? ધારાસભ્યને મારી નાખો, કાપી નાખો. ખેડૂતોએ કપડાં વગર ધારાસભ્યના નિવાસસ્થાન સામે જઈને બેસવું જોઈએ અને પેશાબ કરવો જોઈએ. જો આ બધું કરવામાં આવે તો સરકાર પાટા પર આવી જશે."
ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ
આ નિવેદનનો વીડિયો વાઈરલ થયા બાદ શિવસેનાના નેતા અને મંત્રી સંજય શિરસાટે કડુની આકરી ટીકા કરી છે. તેમણે બચ્ચુ કડુને ખેડૂતોને ભડકાવવાને બદલે પોતાના શબ્દો પર અમલ કરવાની ખુલ્લી ચેલેન્જ આપી.
સંજય શિરસાટે કહ્યું, "બચ્ચુ કડુએ આ બધું જાતે કરવું જોઈએ. શું તેઓ ખેડૂતોને ભડકાવીને તેમના વિરુદ્ધ વધુ ગુનાઓ નોંધાવવા માંગે છે? તેમણે પોતાની જીભ પર લગામ રાખવી જોઈએ. સપ્ટેમ્બરમાં પૂર અને વરસાદને કારણે ખેડૂતો પહેલેથી જ સંકટમાં છે. શું કડુ ઈચ્છે છે કે તેઓ હત્યાઓ કરે?"









