ભારતીયોના ઘરમાં સોનું જ સોનું...! પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણી છે સંપત્તિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Every Indian has gold in their home: ભારતમાં સોનુ રાખવાની પરંપરા પ્રાચીનકાળની છે. લોકો મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કરે છે. હાલમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ અંગેનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ ભારતીય ઘરો અને મંદિરોમાં સામૂહિક રીતે લગભગ 25,000 ટન સોનુ છે, જેનું વર્તમાન મૂલ્ય પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણું વધારે છે.
દેશમાં અત્યારે ઘરો અને મંદિરોમાં જે સોનુ છે. તેની કિંમત લગભગ 2.4 ટ્રિલિયન યુએસ ડોલર બરાબર છે અને આ સોનુ નાણાકીય વર્ષ 2026 માં દેશના નોમિનલ જીડીપીના લગભગ 56 ટકા છે. WGCના આંકડા પ્રમાણે ભારતીય ઘરોમાં સંગ્રહિત આ સોનું વૈશ્વિક સ્તરે પણ એક અસાધારણ આર્થિક સંપત્તિ છે. તેનું મૂલ્ય એટલું વિશાળ છે કે, તે ઘણા દેશોના જીડીપીને પણ પાછળ છોડી દે છે.
પાકિસ્તાનનું અર્થતંત્ર
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કે જેનો જીડીપી આશરે 400 અબજ હોવાનો અંદાજ છે, તે ભારતીય ઘરો અને મંદિરોમાં હાજર સોનાની સંપત્તિની તુલનાએ ઘણું નાનું લાગે છે. આ હકીકત ભારતની આ અનોખી સંપત્તિની તાકાત દર્શાવે છે. ભારતીય ઘરો અને મંદિરોમાં સોનાની વેલ્યૂ પાકિસ્તાનના કુલ GDP કરતા 6 ગણી વધારે છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચના નવા નિયમ પર વિવાદ, રાહુલ ગાંધીએ કહ્યું- સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે
નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ સોનું માત્ર વ્યક્તિગત સંપત્તિ તરીકે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે દેશની આર્થિક સ્થિરતામાં પણ ફાળો આપે છે. જોકે, આટલી મોટી માત્રામાં સોનાનો સંગ્રહ કેટલાક પડકારો પણ ઉભા કરે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, 'આ સોનાનો અર્થતંત્રમાં સક્રિયપણે ઉપયોગ કરવાની જરૂર છે. તેથી વ્યક્તિગત સંપત્તિનો વધુ સારો ઉપયોગ થશે અને દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે. ભારતનો આ સ્વર્ણ ભંડાર માત્ર તેના સાંસ્કૃતિક વારસાને જ પ્રતિબિંબિત કરતો નથી, પરંતુ વૈશ્વિક આર્થિક પ્લેટફોર્મ પર તેની શક્તિને પણ રેખાંકિત કરે છે.








