હાફીઝ સઈદના રાઇટ હેન્ડને પાકિસ્તાની સેના પણ બચાવી ન શકી : અબુ કતાલ મિનિટોમાં ખતમ
અબુ કતાલનાં રક્ષણમાં સૈનિકો ઉપરાંત એલઇટીના આતંકીઓ પણ સામેલ હતા : તે POKના ખુરનાં લોન્ચ પેડનો કમાન્ડર હતો
૨૦૨૩ના રાજૌરી હુમલાનો તે માસ્ટર માઇન્ડ હતો તેમાં ૭ લોકોનાં મોત થયાં હતાં. તે ઉપરાંત ૯મી જૂને શિવખોરી મંદિરથી પાછા ફરતા તીર્થયાત્રીઓ ભરેલી બસ પર થયેલા હુમલામાં પણ તે સામેલ હતો. તેમાં ૧૦નાં મોત થયાં હતાં.
આ અબુ કતાલ ઉપર ભારતની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ ચાર્જશીટ મુક્યું હતું. તેની હત્યા અજ્ઞાાત હુમલાખોરોએ કરી છે. વાસ્તવમાં તેને પાકિસ્તાની સેના અને લશ્કર એ તઇબા દ્વારા સતત સંરક્ષણ આપવામાં આવતું હતું.
સૂત્રો જણાવે છે કે કતાલ સાંજે ૭ વાગે પોતાના રક્ષકો સાથે જલમ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અજ્ઞાાત હુમલાખોરોએ તેની ઉપર ગોળીબારો કર્યા તેથી તે અને તેનો એક સલામતી રક્ષક સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા. બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેઓની ઉપર ૧૫થી ૨૦ રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી હતી.
અબુ કતાલ ૨૦૨૩ના રાજૌરી આતંકી હુમલામાં પણ સામેલ હતો. ત્યાં આતંકીઓએ ૧લી જાન્યુ.ઓ ઢાંગરી ગામમાં નાગરિકોને નિશાન બનાવ્યાં હતાં. તેના આગળના દિવસે આઈઈડી વિસ્ફોટ પણ કર્યો હતો. તેમાં બે બાળકો સહિત ૭ના જાન ગયા હતા. હાઈઝ સઇદે જ તેના ભત્રીજા તેવા અબુ કતાલને લશ્કર એ તૈયબાના ચીફ ઓપરેશન કમાન્ડર પદે નિયુક્ત કર્યો હતો. તેના આદેશથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલા કરાવતો હતો. પોતે પણ તેમાં જોડાતો હતો. તે રાવલપિંડીમાં રહેતા સાજીદ જટ્ટને સીધો રીપોર્ટ કરતો હતો. ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએએ) ૨૦૨૩ના રાજૌરી હુમલામાં સામેલ થનારાઓ ઉપર તૈયાર કરેલાં ચાર્જશીટમાં અબુ કતાલનું નામ સૌથી આગળ હતું.