- કેરળના મુલ્લાપેરિયાર ડેમની સુરક્ષા અંગે સુપ્રીમની ટિપ્પણી
- પાણી 103 વર્ષ જૂના ડેમને નુકસાન પહોંચાડશે તો 50થી 60 લાખ લોકોને અસર થવાની ભીતિ
નવી દિલ્હી : કેરળના મુલ્લાપેરિયાર ડેમ ૧૩૦ વર્ષ જૂનો છે. સુપ્રીમ કોર્ટે આજે આ ડેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે તે આ ડેમથી જોડાયેલા કોઇ પણ ભયને દૂર કરવા માટે ડેમના સુરક્ષા ઓડિટનો આદેશ આપવા માટે તૈયાર છે.
સુપ્રીમ કોર્ટે મુલ્લાપેરિયાર ડેમ સાથે સંકળાયેલા કેસમાં આઘાત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદમાં ડેમ સેફ્ટી એક્ટ પસાર કરવામાં આવ્યું હોવા છતાં એક્ઝિક્યુટીવ હજુ ઉંઘમાંથી જાગ્યા નથી.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ દિપાનકર દત્તા અને ન્યાયમૂર્તિ ઉજજલ ભુયાએ આ ટિપ્પણી કરી હતી. આ અગાઉ કેરળ સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ૨૦૨૧માં ડેમ સેફ્ટી એક્ટ પસાર કર્યો હોવા છતાં મુલ્લાપેરિયાર ડેમ અંગે કોઇ કાર્યવાહી કરી નથી.
જ્યારે ખંડપીઠને જણાવવામાં આવ્યું કે કન્દ્ર સરકારે હજુ સુધી ડેમની સુરક્ષા માટે રાષ્ટ્રીય સમિતિની રચના કરી નથી તો ખેંડપીઠે આઘાત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદમાં ડેમ સેફ્ટી એક્ટ પસાર કરવામાં આવ્યું હોવા છતાં એક્ઝિક્યુટીવ હજુ ઉંઘમાંથી જાગ્યા નથી.
તમિલનાડુ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વી કૃષ્ણામુર્તિએ જણાવ્યું હતું કે કેન્દ્રે ડેમ સેફ્ટી ઓથોરિટીની રચના કરી છે અને ડેમનું ઓડિટ કરવામાં આવશે.
અરજકર્તા મેથ્યુ જે નેદુમપારાએ જણાવ્યું હતું કે જો પાણી ડેમને નુકસાન પહોંચાડશે તો તેનાથી ૫૦ થી ૬૦ લાખ લોકોને અસર થવાની શક્યતા છે.


