Get The App

ગ્રીનલેન્ડ અંગે ટેરિફ લગાડવાની ટ્રમ્પની ધમકી સામે યુરોપીય સંઘે ચેતવણી આપી : ઈમર્જન્સી મીટિંગ બોલાવી

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીનલેન્ડ અંગે ટેરિફ લગાડવાની ટ્રમ્પની ધમકી સામે યુરોપીય સંઘે ચેતવણી આપી : ઈમર્જન્સી મીટિંગ બોલાવી 1 - image


ટ્રમ્પે કહ્યું : 1 ફેબુ્રઆરીથી ડેન્માર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાંસ, ફીનલેન્ડ, જર્મની, નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડ ઉપર 10 ટકા વધારાનો ટેરીફ લગાડવામાં આવશે

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે, 'ગ્રીનલેન્ડ ખરીદી' પૂરી થાય ત્યાં સુધી યુરોપીય દેશો ઉપર 10 ટકા ટેરિફ લગાડવામાં આવશે. તેથી યુરોપીય સંઘની રોટેટિંગ અધ્યક્ષતા કરી રહેલા સાયપ્રેસે રવિવારે બપોરે બુ્રસેલ્સમાં યુરોપીય સંઘના રાજદૂતોની એક અસાધારણ બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, યુરોપીય દેશો ઉપર ૧૫ ટકા ટેરિફ તો છે જ. આ સંબંધે યુરોપીય સંઘ આયોગના પ્રમુખ ઉર્સુલા ફોન દરલીયોન્સ અને યુરોપીય પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ વધારાનો ૧૦ ટકા ટેરિફ લગાડયા પછી કુલ ટેરીફ ૨૫ ટકા થઈ જવાનો છે. આ પછી થોડા જ કલાકે એક સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું. તેમણે સોશ્યલ મીડીયા પોસ્ટમાં લખ્યું, 'આટલો બધો ટેરિફ લગાડવાથી અંતર-એટલાન્ટિક સંબંધો નબળા પડશે', તેમાં એક ખતરનાક ગિરાવટનો ખતરો ઉભો થશે.

તેઓએ વધુમાં લખ્યું, 'યુરોપ એક જૂથ સંભવિત અને પોતાનું સાર્વભૌમિક જાળવી રાખવા માટે હંમેશાં પ્રતિબદ્ધ રહેશે.'

ઉલ્લેખનિય છે કે ડેન્માર્ક અને ગ્રીનલેન્ડના અધિકારીઓએ ગ્રીનલેન્ડ અધિગ્રહણના પ્રયાસ અંગે વોશિંગ્ટનમાં કરેલી મંત્રણા પછી આ નિવેદન પ્રસિદ્ધ કરાયું છે. કારણ કે તે મીટીંગમાં કોઈ સમજૂતી સાધી શકાઈ ન હતી.

યુરોપીય સંઘના તે નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 'યુરોપીય સંઘ, ડેન્માર્ક અને ગ્રીન લેન્ડના લોકોની સાથે પૂરેપૂરા એકજૂથ છે.' મંત્રણા જરૂર થઈ શકે પરંતુ અમે ડેન્માર્કનાં સામ્રાજય અને અમેરિકા વચ્ચે ગત સપ્તાહથી શરૂ થયેલી પ્રક્રિયાને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છીએ.

ટ્રમ્પે કહ્યું હતું કે, ૧લી ફેબુ્રઆરીથી ડેન્માર્ક, નોર્વે, સ્વીડન, ફ્રીનલેન્ડ, જર્મની, ફ્રાંસ અને યુ.કે.થી મોકલાતા સામાન ઉપર વધારાનો ૧૦ ટકા ટેરિફ લગાડાશે.

યુરોપીય પાર્લામેન્ટમાં રહેલા સૌથી મોટા પક્ષ રૂઢિવાદી ઈ.પી.પી.ના પ્રમુખ જર્મન એમ.ઈપી (મેમ્બર ઓફ ધી યુરોપીયન પાર્લમેન્ટ) મેનફ્રેડ વેબરે કહ્યું હતું કે, ટ્રમ્પની આ નવી ટિપ્પણીઓએ ગત વર્ષે યુ.એસ, ઈયુ વચ્ચે સધાયેલી વ્યાપારી સમજૂતી અંગે પણ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે 'ટ' પોસ્ટ પર લખ્યું, 'ઈપીપી યુરોપીય સંઘ અને અમેરિકા વચ્ચે થયેલી વ્યાપાર સમજૂતિના પક્ષમાં છે.' પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ અંગે આપેલી ધમકીઓ જોતાં આ સમયે તેને મંજૂરી આપવી સંભવિત નથી.

તેઓએ આગળ કહ્યું, 'અમેરિકા ઉત્પાદનો પર ૧૦ ટકા ટેરિફ લગાડવાની વાત જ આ તબક્કે સ્થગિત કરી દેવી પડે.' બુ્રસેલ્સ અને વોશિંગ્ટન વચ્ચે જુલાઈમાં થયેલી સમજૂતી પ્રમાણે યુરોપીય માલ ઉપર અમેરિકા ૧૫ ટકા ટેરિફ લેશે તે બરોબર છે, તેમાં વધારાના ૧૦ ટકાની બાબત સ્વીકાર્ય બને નહીં. યુરોપીય સંઘે તેમાંથી કોઈ માર્ગ શોધવો જ રહ્યો.