Get The App

સંઘે રાષ્ટ્રમાં ચેતનાને જીવંત કરી સ્થાપના માત્ર સંયોગ નહોતો : મોદી

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
સંઘે રાષ્ટ્રમાં ચેતનાને જીવંત કરી સ્થાપના માત્ર સંયોગ નહોતો : મોદી 1 - image

- સ્થાપનાના 100 વર્ષની ઉજવણીમાં સામેલ થઇ મોદીએ સંઘના વખાણ કર્યા

- જુઠા કેસો ચલાવાયા, પ્રતિબંધ મુકવા પ્રયાસ છતા સંઘ અડીખમ રહ્યું અને દેશની એકતા માટે કામ કર્યું : વડાપ્રધાન

- ઘુસણખોરોને કારણે દેશની ડેમોગ્રાફી બદલાઇ રહી છે જે નાગરિકો મોટો બહુ મોટો ખતરો : વડાપ્રધાન 

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણીમાં સામેલ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની એકતા અને વૈવિધ્યતા પર ભાર મુક્યો હતો. અને કહ્યું હતું કે જો આ એકતા અને વૈવિધ્યતાના સિદ્ધાંતો તુટી પડશે તો દેશની તાકાત ક્ષીણ થઇ જશે. આ દરમિયાન મોદીએ દેશના જુદા જુદા હિસ્સામાં ગેરકાયદે રહેતા ઘુસણખોરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘુસણખોરોને કારણે દેશમાં જે ડેમોગ્રાફી બદલાઇ રહી છે તે ખતરનાક છે.

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે સંઘે હંમેશા દેશ પ્રથમના સિદ્ધાંત પર કામ કર્યું છે. દેશની આઝાદી સમયે સંઘના સ્થાપક ડોક્ટર કેશવ હેડગેવાર જેલ ગયા હતા. સંઘના કાર્યકર્તાઓએ આઝાદીના લડવૈયાઓને શરણ આપી હતી. સંઘ પર આરોપો લગાવીને અને જુઠા કેસો દાખલ કરાવીને બદનામ કરવાનો પ્રયાસ થયો હતો. જુઠા કેસો છતા આરએસએસ લડતુ રહ્યું, તેના પર પ્રતિબંધ મુકવાનો પ્રયાસ પણ થયો હતો. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ સંઘ પર પ્રતિબંધ મુકવાના વિવાદનો ઉલ્લેખ કરીને મોદીએ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વિજયાદશમી ભારતીય સંસ્કૃતિના વિચાર અને વિશ્વાસનો કાલજય ઉદઘોષ છે. આ મહાન પર્વ પર ૧૦૦ વર્ષ પૂર્ણ થવા રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની સ્થાપના થવી કોઇ સંગોય નથી. આ હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા અને પુનરુત્થાન હતું.  આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંઘના સન્માનમાં ૧૦૦ રૂપિયાનો સિક્કો જાહેર કર્યો હતો. જેમાં ભારત માતાનો પણ સમાવેશ કરાયો હતો. મોદીએ કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત માતાની છબીને ભારતીય કરંસીમાં છાપવામાં આવી છે. સાથે જ આરએસએસની છાપ સાથે ટપાલ ટિકિટ પણ જારી કરી હતી. મહાત્મા ગાંધીજી દ્વારા સંઘની વર્ધાની શાખાની મુલાકાતને યાદ કરતા મોદીએ કહ્યું હતું કે ગાંધીજીએ પણ સંઘની એકતા, સમરસતાના વખાણ કર્યા હતા. આરએસએસના વડાઓએ દેશમાંથી અસ્પૃશ્યતા દૂર કરવા પ્રયાસ કર્યા હતા. દિલ્હીમાં સંઘના ૧૦૦ વર્ષની ઉજવણી પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે હિન્દુ સમાજમાં અસ્પૃશ્યતા અને ભેદભાવ સૌથી મોટો પડકાર છે. આ ગંભીર પ્રશ્નો પર આરએસએસ કામ કરી રહ્યું છે. હિન્દુ ક્યારેય પણ નીચો ના હોઇ શકે.